43 C
Ahmedabad
Saturday, May 18, 2024

સાબરકાંઠા અને ખંભાતની હિંસા બાદ અરવલ્લી પોલિસ સતર્ક, સોશિયલ મીડિયા પર નજર, મોડાસામાં 1ની અટકાયત


સાબરકાંઠા અને ખંભાતમાં રામનવીના દિવસે થયેલી પથ્થરમારાની ઘટના પછી પરિસ્થિતિ વણસતા આસપાસના જિલ્લાની પોલિસ સતર્ક બની છે. સાબરકાંઠા જિલ્લામાં પોલિસ સઘન પેટ્રોલિંગ કરી રહી છે, તો અરવલ્લી જિલ્લાની પોલિસ પણ સાબરકાંઠા જિલ્લામાં તૈનાત કરી દેવાઈ છે. આ સાથે જ રેંગ, એસ.આર.પી. તેમજ રેપિડ એક્શન ફોર્સ પણ ડિપ્લોઇડ કરવામાં આવી છે. આ વચ્ચે પરિસ્થિતિ થાડે પાડવા માટે પોલિસ દ્વારા શાંતિની અપીલ કરવામાં આવી રહી છે. અરવલ્લી જિલ્લા પોલિસ દ્વારા પણ લોકોને શાંતિ જાળવવા માટે લોકોને અપીલ કરાઈ છે. અરવલ્લી જિલ્લા પોલિસ તંત્ર દ્વારા ખોટી અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી રહી છે.

Advertisement

પોલિસની અપીલ પછી પણ કેટલાક અસામાજિક તત્વો દ્વારા ઉશ્કેરણીજનક પોસ્ટ મુકતા મોડાસા ટાઉન પોલિસ દ્વારા એક વ્યક્તિની અટકાય કરવામાં આવી હોવાનું ટાઉન પી.આઈ. એન.જી.ગોહિલે જણાવ્યું હતું.

Advertisement

પોલિસની અપીલ

Advertisement
  1. અરવલ્લી જિલ્લા પોલિસ દ્વારા જિલ્લાની જનતાને અપીલ કરાઈ છે કે, કોઇપણ જાતની અફવાથી દૂર રહેવું અને ખોટા સોશિયલ મીડિયા મેસેજ માનવા નહીં કે ફોરવર્ડ કરવા નહીં
  2. કોઇ વ્યક્તિ આવી ગેરકાયેદસર પ્રવૃત્તિ કરશે અથવા તો કરાવશે તો તેની વિરૂદ્ધ કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવશે
  3. સાયબર સેલ દ્વારા વોટ્સ એપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને સ્નેપચેટ જેવા સોશિયલ મીડિયા માધ્યમો પર પોલિસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે.

સાંભળો અરવલ્લી જિલ્લા પોલિસ તરફથી Dy.SP. ભસિયાએ શું અપીલ કરી

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!