32 C
Ahmedabad
Saturday, May 4, 2024

હક માટે વિરોધ : માધ્યમિક શિક્ષણ સંઘની 8 જેટલી માંગને લઇને રાજ્યમાં મુલ્યાંકન કામગીરીનો, શિક્ષકોની પેન ડાઉન, સાંભળો શું કહ્યું


ગુજરાતમાં વિવિધ પડતર પ્રશ્નોને લઈને ગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ના શિક્ષકો મધ્યસ્થ મુલ્યાંકન કામગીરીનો બહિષ્કાર કર્યો છે. સમગ્ર રાજ્યના માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકોએ હાલ બોર્ડની પરીક્ષાના પેપર ચકાસણી કામગીરીથી અડઘા રહીને વિરોધ કર્યો છે. પોતાની પડતર માંગણીનોને ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ મહાસંઘના આદેશ મુજબ રાજ્યના તમામ શિક્ષકોએ કામગીરીનો બહિષ્કાર કર્યો છે. ધોરણ 10ની ઉત્તરવહીઓ તપાસવાની કામગીરીથી શિક્ષકો અડઘાં રહી વિરોધ દર્શાવ્યો હતો.

Advertisement

માધ્યમિક શિક્ષણ મહાસંઘની મુખ્ય માંગ

Advertisement
  1. સળંગ પાંચ વર્ષની નોકરી ગણવી
  2. એરિયર્સના બાકી હપ્તા ગણવા
  3. જુની પેન્શન યોજના
  4. ગ્રાન્ટ આધારિત નીતિ
  5. સળંગ નોકરી ગણવી
  6. જુના શિક્ષકોની ભરતી
  7. સાતમા પગાર પંચના હપ્તાની ચુકવણી
  8. રીઝલ્ટ આધારિત ગ્રાન્ટ બંધ કરવાની માંગ
  9. આચાર્યની નિમણૂકની 5-01-1965 ના ઠરાવ મુજબ એક ઇજાફો વગેરે…

સોમવાર ના રોજ મોડાસાની મુલ્યાંકન કેંદ્ર ખાતે અંદાજે 100 શિક્ષકો પેન ડાઉન કાર્યક્રમ હેઠળ ધોરણ 10 ઉત્તરવહીઓ તપાસવાથી અળગા રહ્યા હતા. રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ દ્વારા રાજ્યની ગ્રાન્ટેડ તથા સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક ના શિક્ષકો પડતર પ્રશ્નોને લઇને વિરોધ દર્શાવ્યો હતો. મોડાસાની મદની હાઈસ્કૂલ સેન્ટર ખાતે શિક્ષક સંઘ દ્વારા વિરોધ અને સુત્રોચ્ચાર કરીને વિરોધ દર્શાવ્યો હતો. આ સાથે જ રીઝલ્ટ આધારીત ગ્રાંટ બંધ કરવા જેવી માંગણીઓ કેટલાય સમયથી ચાલી રહી છે અનેક વખત રજૂઆત કર્યા છતાં હજુ કોઈ નિવારણ ના આવતા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. આ સાથે જ શિક્ષક સંઘે ચિમકી ઉચ્ચારી છે કે, જો તેમની માંગ સંતોષવામાં નહી આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે..

Advertisement

અરવલ્લી જિલ્લા માધ્યમિક શિક્ષણ સંઘના મહામંત્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ શું કહ્યું સાંભળો..

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!