34 C
Ahmedabad
Friday, May 17, 2024

પાણીની પોકાર : મેઘરજના અંતોલીમાં પાણી માટે છાજીયા, અંતરિયાળ વિસ્તારમાં ‘નલ સે જલ’ ક્યારે ?


અરવલ્લી જિલ્લાના મેઘરજ મોડાસા ની સરહદે આવેલ અંતોલી ગામના ઠાકોર ફળીમાં ઉનાળો શરૂ થતાં જ પાણીની પારાયણ શરૂ થઈ છે છતાં તંત્ર નિંદ્રાધીન જોવા મળી રહ્યું છે હાલ તો ગામમાં મોટાભાગે ખેતી તેમજ પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા છે ગામની અંદર પાણીના સ્ત્રોત તો આવેલા છે પણ સ્ત્રોતમા પાણી નથી ત્યારે ગામની મહિલાઓની હાલત કફોડી બની છે નલસે જલ યોજના અંતર્ગત નળ તો લગાવામાં આવ્યા છે પણ નળમાં પાણી નથી આવતું ત્યારે ગામની મહિલાઓ ને ત્રણ કિલોમીટર દૂર ચાલી ને પાણી લાવવા મજબુર બનવું પડ્યું છે ગામમાં ઢોર ઢોખર ને પણ પાણી માટે વલખા માળવાનો વાળો આવ્યો છે પશુઓ પણ પાણી માટે હાલ તો તરસી રહ્યા છે.

Advertisement

Advertisement

અરવલ્લી જિલ્લા ના અંતરિયાળ એવા મોડાસા ની સરહદે આવેલ અંતોલી ગામમા આવેલ ઠાકોર ફળીમાં પાણી ની સમસ્યા એ કાયમી બની ગઈ છે ગ્રામજનો મોટા ભાગે ખેતી અને પશુપાલન નો વ્યવસાય કરી જીવન ગુજારો કરે છે વર્ષો થી આ વિસ્તાર માં પાણી ની સમસ્યા તો હતી જ પરંતુ પાણી પુરવઠા વિભાગ ના વાસ્મો વિભાગ દ્વારા સરકારે કરોડો રૂપિયા ફાળવી પાણી ના ટાંકા અને સંપ બનાવ્યા અને તેમાંથી પાઇપલાઇન દ્વારા નલ સે જલ યોજના દ્વારા પ્રજાજનો ના બારણે પાણી પહોંચાડવા માટે પણ કરોડો ની ફાળવણી કરી પાઇપલાઇન પણ નાખી હોવાના દાવા કરવામાં આવે છે પરંતુ અંતોલી ગામ ની વરવી વાસ્તવિકતા એ છે કે વાસ્મો વિભાગ ના તમામ દાવા પોકળ સાબિત થયા છે ગ્રામજનો પાઇપલાઇન ગોતે છે પણ ક્યાંય જડતી નથી એવી સ્થિતિ નિર્માણ પામી છે હાલ ગ્રામજનો મહિલાઓ નાના ભૂલકાઓ વહેલી સવાર થી જ પાણી પાછળ થઈ લાગે છે પહેલા પાણી પછી અભ્યાસ અને પરીક્ષા પછી જ ઘરના કામ આ એક રોજીંદો નિયમ થઈ ગયો છે ત્યારે અત્યારે 43 ડીગ્રી તાપ માં પણ મહિલાઓ પાણી માટે એક કિલોમીટર જેટલું ચાલી ને જાય છે ત્યારે મહિલાઓ એ પાણી માટે તંત્ર પાસે આજીજી કરી ને છાજીયા લીધા હતા અને તંત્ર પાસે પાણી ની માંગ કરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!