24 C
Ahmedabad
Thursday, May 2, 2024

ભિલોડામાં અસહ્ય કાળઝાળ ગરમીમાં શેકાતા પક્ષીઓ માટે પાણીના કુંડા અને પક્ષી ઘરનું વિતરણ


ઉનાળાની અસહ્ય કાળઝાળ ગરમી ની શરૂઆત થઈ છે ત્યારે ભિલોડા ગૌ – રક્ષા સમિતિ દ્વારા છેલ્લા પાંચ વર્ષ થી અવિરત પણે ઉનાળામાં પક્ષીઓ માટે પાણીના કુંડા અને પક્ષી ઘરનું વિતરણ કરવામાં આવે છે.ખાસ કરીને લુપ્તતા ના આરે એવી ચકલી પક્ષીને એની લુપ્તતા અટકાવવા માટે આ ખાસ પ્રકારનું અભિયાન ચલાવવામાં આવે છે.

Advertisement

ઉનાળાની સિઝન દરમિયાન અસહ્ય ગરમીમાં ચકલીઓ પાણીના અભાવે મૃત્યુ પામતી હોઈ છે.આ બાબતો ને ધ્યાન માં રાખી ને આ વર્ષે પણ ગૌ – રક્ષા સમિતિ,ભિલોડા દ્વારા 3000 થી વધુ પાણીના કુંડા અને 3000 થી વધુ પક્ષી ઘર નું વિતરણ નારસોલી , નારણપુર , વાંસળી , ભિલોડા કંપા , માંકરોડા , નારસોલી ટાંડા , શાંતિનગર સોસાયટી , તિરૂપતિ સોસાયટી જેવા જુદા જુદા વિસ્તારોમાં સેવાભાવી કાર્યકરોએ પહોંચીને સેવાકીય કામકાજ કરાયું હતું.ગૌ-રક્ષા સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!