36 C
Ahmedabad
Monday, May 20, 2024

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વઝોન હદ વિસ્તારમાં દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વઝોન હદ વિસ્તારમાં એસ્ટેટ અને નગર વિકાસવિભાગ દ્વારા દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.

Advertisement
સ્વચ્છ ભારત મિશન-2.0 અંતર્ગત પૂર્વ ઝોનના જુદા જુદા વોર્ડ વિસ્તારમાં મુખ્ય રસ્તાઓ તથા પે એન્ડ યુઝ શૌચાલયો તથા ફુટપાથ પરના દબાણો તથા બિન-અધિકૃત બેનર્સ હોર્ડિંગ્સ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી.
-અમરાઇવાડી વોર્ડમાં રબારી કોલોની ચાર રસ્તા થી એપરલ પાર્ક સુધી તથા ચકુડીયા મહાદેવ મંદિર પાસે, શ્રમિક ક્રાંતી બાગની આગળના રોડ પરથી 4-નંગ ઝુંપડા, 14-નંગ પતરાના શેડ, 11 નંગ જાહેરાતના નાના મોટા બોર્ડ તથા 19-નંગ પરચુરણ માલ-સામાન દૂર જપ્ત કરેલ છે.
– નિકોલ વોર્ડમાં ખોડીયાર મંદિર થી શુકન ચાર રસ્તા થઇ ગંગોત્રી સર્કલ થઇ સ્વામીનારાયણ ગુરૂકુળ થઇ ડી-માર્ટ જંકશન થઈ નિકોલ ફાયર સ્ટેશન સુધીના રોડ પરથી 01-નંગ છતવાળી લારી, 01 નંગ સાદી લારી, 02-નંગ આઇસ બોક્ષ, 02-નંગ ખુરશી, 01-નંગ વજન કાંટો, 02-નંગ છત્રી, 13-નંગ કેરેટ, 17-નંગ જાહેરાતના નાના મોટા બોર્ડ તથા ૨૯નંગ પરચુરણ માલ-સામાન જપ્ત કરેલ છે.
– વિરાટનગર વોર્ડમાં વિરાટનગર ચાર રસ્તા થી ફુવારા સર્કલ તથા મંગલ પાંડે હોલ થી જીવનવાડી
થઈ સરદાર મોલ થઇ તથા વિરાટનગર ચાર રસ્તા થી સોની ચાલી સુધીના રોડ પરથી 40-નંગ
જાહેરાતના નાના મોટા બોર્ડ તથા 21-નંગ પરચુરણ માલ-સામાન જપ્ત કરેલ છે. વસ્ત્રાલ વોર્ડમાં તક્ષશીલા રોડ થી પાંજરા પોળ થઇ માધવ ફાર્મ રોડ તથા વસ્ત્રાલ તળાવ રોડ તથા મેટ્રો રોડ પરથી 01-નંગ શેડ, 01-નંગ સાદી લારી, 10-નંગ જાહેરાતના નાના/મોટા બોર્ડ તથા ૧૫-નંગ પરચુરણ માલ-સામાન દૂર જપ્ત કરેલ છે.
રામોલ-હાથીજણ વોર્ડમાં રામોલ ટોલ ટેક્ષ થી સબ-ઝોનલ ઓફિસ, લાલગેબી સર્કલ સુધીના રોડ પરથી 03-નંગ કેરેટ, 15-નંગ જાહેરાતના નાના મોટા બોર્ડ તથા ૩૧-નંગ પરચુરણ માલ-સામાન જપ્ત કરેલ છે.
આમ, ઉપરોક્ત પૂર્વ ઝોનના જુદા જુદા વોર્ડના ટી.પી.રસ્તા પરથી 04-નંગ ઝૂંપડા, 16-નંગ શેડ, 03-નંગ સાદી લારી, 02-નંગ આઇસ બોક્ષ, 02-નંગ ખુરશી, 01-નંગ વજન કાંટો, 02-નંગ છત્રી, 13-નંગ કેરેટ, 93-નંગ જાહેરાતના નાના મોટા બોર્ડ તથા 112-નંગ પરચુરણ માલ-સામાન દૂર જપ્ત કરેલ છે.
આગામી દિવસોમાં પણ ટી.પી. રસ્તા પરના દબાણ ,મ્યુનિ રીઝર્વ પ્લોટમાં થયેલ દબાણ , બિન પરવાનગીના બાંધકામો તેમજ બોર્ડ બેનરો દુર કરવાની કાર્યવાહી જારી રાખવામાં આવશે.

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!