28 C
Ahmedabad
Tuesday, May 14, 2024

PM મોદીએ મોરબીમાં 108 ફૂટની ભગવાન હનુમાનની પ્રતિમાનું અનાવરણ કર્યુ


હનુમાન જયંત્તિના પ્રસંગે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા હનુમાનજીની 108 ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કર્યુ હતુ. વડાપ્રધાન કાર્યાલય અનુસાર હનુમાનજી ચાર ધામ પરિયોજના હેઠળ દેશના ચારે દિશામાં બનાવવામાં આવી રહેલી ભગવાનની પ્રતિમામાંથી આ બીજા નંબરની છે. મોરબીમાં બાપૂ કેશવાનંદજીના આશ્રમમાં સ્થાપિત આ પ્રતિમા દેશના પશ્ચિમ દિશામાં વિરાજમાન થશે.

Advertisement

આ પરિયોજના હેઠળ પ્રથમ પ્રતિમા વર્ષ 2010માં દેશના ઉત્તર દિશામાં હિમાચલ પ્રદેશના શિમલામાં સ્થાપિત કરવામાં આવી હતી. બીજી તરફ દેશના દક્ષિણમાં રામેશ્વરમાં ભગવાન હનુમાનની પ્રતિમાનું કામ ચાલુ છે.મૂર્તિમાં સાત લાખ રામનામ લખેલી ચીઠ્ઠીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ મૂર્તિ ત્રણ વર્ષની મહેનત બાદ તૈયાર થઇ છે.

Advertisement

Advertisement

 

Advertisement

ખોખરા હનુમાન ધામ મારા માટે ઘર સમાન

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દરમિયાન કહ્યુ કે, ખોખરા હનુમાન ધામ મારા માટે ઘર સમાન છે. આ એક ભારત, શ્રેષ્ઠ ભારતનો એક ભાગ છે. આજે મને સંત્તોને મળવાનો મોકો મળ્યો.

Advertisement

વડાપ્રધાન મોદીએ કહ્યુ કે રામકથાનું આયોજન પણ દેશના અલગ અલગ ભાગમાં કરવામાં આવે છે. ભાષા-બોલી જે પણ હોય પરંતુ રામકથાની ભાવના તમામને જોડે છે, પ્રભુ ભક્તિ સાથે એકાકાર કરે છે. ભારતીય આસ્થાની, આપણા આધ્યાત્મની, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરાની તાકાત છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!