30 C
Ahmedabad
Monday, April 29, 2024

લ્યો હવે આ જ બાકી હતું,, રાજકોટના ધોરાજીમાં લગ્ન પ્રસંગમાં લીંબુ ની ભેટ..!!! મોંઘવારીની સાઈડ ઇફેક્ટ


રાજકોટના ધોરાજીમા એક લગ્ન પ્રસંગે વિધિમાં પૈસા કે ગીફ્ટ નહિ પણ મીઠાઈના બોક્સમા હાલના સૌથી મોંઘા ગણાતા એવા લીંબુઓ વરરાજાને ભેટમાં આપવામાં આવ્યા હતા ત્યારે જોઈએ લગ્ન પ્રસંગમાં આપવામાં આવેલ મોંઘવારીના સમયમાં આપવામાં આવેલ આ લીંબુની ખાસ ભેટ અને આ લગ્ન પ્રસંગની વિધિઓ.

Advertisement

જે રીતે હાલ દિવસેને દિવસે દરેક ચીજ વસ્તુઓના ભાવો આસમાને પહોંચી ગયા છે અને સાથે પેટ્રોલ-ડીઝલ, ખાદ્ય પદાર્થ, શાકભાજીમા વધારો થઈ રહ્યો છે એમાં પણ ખાસ કરીને ઉનાળામાં જેની સૌથી વધુ જરૂરિયાત હોઈ અને ઉપયોગ થતો હોઈ એવા લીંબુના ભાવ પણ અસ્માને છે ત્યારે ધોરાજીના હિરપરા વિસ્તારમા રહેતા મોણપરા ફેમિલીના દિકરાના લગ્ન પ્રસંગમાં પીઠી ચોડવાની વિધિ ચાલતી હતી ત્યારે હાલ શાકભાજી તથા લીંબુમા ભાવો વધતા જોવા મળી રહ્યા છે અને એમાં પણ ખાસ લીંબુનો ભાવ હાલ ત્રણસો રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયેલ છે ત્યારે મોણપરા ફેમીલાના સગા સંબંધીઓએ મીઠાઈ, રૂપિયા કે દાગીના નહિ પરંતુ તેમની જગ્યાએ છાબમા, મીઠાઈની જગ્યાએ લીંબુ આપવામાં આવ્યા હતા.

Advertisement

આ સાથે વધતા જતા લીંબુના ભાવો તંત્ર અને સરકાર દ્વારા નિયંત્રણ કરવામા આવે તેવી અપીલ કરાઈ હતી ત્યારે લગ્ન પ્રસંગમાં આ અનોખી અને હાલની મોંઘી ભેટ લગ્ન પ્રસંગમાં તેમજ આસપાસના વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અને આ અનોખી અને મોંઘી ભેટ લગ્ન પ્રસંગમાં આપવામાં આવતા લોકો પણ હાસ્યમય બનતા જોવા મળ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!