34 C
Ahmedabad
Saturday, May 11, 2024

IPhone ના યુઝર્સ માટે સારા સમાચાર : IPhone 14 સિરીઝમાં મળશે સેટેલાઇટ કોમ્યુનિકેશન કનેક્ટિવિટી


Apple આ વર્ષે સપ્ટેમ્બરમાં તેની iPhone 14 સિરીઝ લોન્ચ કરી શકે છે. આજકાલ તેની સાથે જોડાયેલા ફીચર્સ અને લીક્સ પણ બહાર આવતા રહે છે. તાજેતરના અહેવાલમાં જાણવા મળ્યું છે કે Apple iPhone 14 સાથે સેટેલાઇટ કમ્યુનિકેશન કનેક્ટિવિટી ઓફર કરી શકે છે. આની મદદથી યુઝર્સ સેલ્યુલર કવરેજ વિના પણ કોલ અને મેસેજ મોકલી શકશે. ખાસ કરીને ઈમરજન્સીના સમયમાં આ ફીચર ગ્રાહકો માટે ખૂબ જ મદદરૂપ થશે.

Advertisement

આઇફોન 14 સિરીઝના ડિવાઇસ સિવાય આ ફીચર Apple વોચમાં પણ મળી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિચર LEO એટલે કે લો-અર્થ ઓર્બિટ સેટેલાઇટ કોમ્યુનિકેશન સિસ્ટમ સાથે કામ કરશે. તમને જણાવી દઈએ કે, કંપનીએ નવા ફીચરને લઈને કોઈ જાહેરાત કરી નથી અને કંઈપણ કહ્યું નથી. જે લીક બહાર આવી રહ્યાં છે તેના પરથી અંદાજ લગાવી શકાય છે.

Advertisement

આ ફીચરનો અર્થ એ નથી કે હવે એપલ ડિવાઈસથી તમે સેટેલાઇટ ફોનની જેમ દુનિયાના કોઈપણ ખૂણેથી કોલ કે મેસેજ કરી શકો છો. એપલ તેના ડિવાઇસમાં ઇમરજન્સી મેસેજ વાયા કોન્ટેક્ટ્સ સુવિધા આપી શકે છે. જેની મદદથી વપરાશકર્તાઓ સેલ્યુલર નેટવર્ક ન હોવા છતાં પણ ઇમરજન્સી સેવાઓની મદદ લઈ શકશે. આપને જણાવી દઇએ કે આ પહેલા કંપની iPhone 13 પર આ ફીચર પર કામ કરી રહી હતી.

Advertisement

સેટેલાઇટ નેટવર્કનો ઉપયોગ કરવા માટે પાવરફુલ હાર્ડવેરની જરૂર પડશે. તેની સાથે તેની કિંમત પણ વધારે છે. જોકે સેટેલાઇટ કોમ્યુનિકેશન ફીચરમાં કેટલીક મર્યાદાઓ હશે. તેના દ્વારા મોકલવામાં આવેલ સિગ્નલ પ્રાપ્ત કરવામાં એક કે બે મિનિટ જેટલો સમય પણ લાગી શકે છે.

Advertisement

ઉપરાંત યુઝર્સે ખુલ્લા આકાશની નીચે રહેવું પડશે જેથી LEO સેટેલાઇટ કમ્યુનિકેશન ફીચર સારી રીતે કામ કરી શકે. આ સુવિધા સાથે યુઝર્સ ટૂંકા ઇમરજન્સી ટેક્સ્ટ અને SOS ડિસ્ટ્રેસ સિગ્નલ પણ મોકલી શકશો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!