34 C
Ahmedabad
Saturday, May 11, 2024

કૃષ્ણ અને સુભદ્રા પરના વિવાદ પર રાજનીતિ થતાં સી.આર પાટીલે ભૂલ સ્વીકારી માફી માગી, સાંભળો Video માં શું કહ્યું


ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ કૃષ્ણ અને સુભદ્રાના નિવેદનને લઇને રાજનીતિ શરૂ થતાં આખરે ભૂલ સ્વીકારી માફી માંગ છે. ભાજપ પ્રદેશ પ્રમુખે વિડીયો સંદેશમાં માફી માંગતા ભૂલ સ્વીકારી છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા માધવપુરના શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીના વિવાહ પ્રસંગે લોકમેળામાં ઉપસ્થિતિ વખતે વિવાદિત નિવેદન આપ્યું હતું. ભગવાન કૃષ્ણ અને સુભદ્રાને પતિ-પત્ની જણાવી સી.આર.પાટિલે ભાંગરો વાટ્યો હતો. જો કે આ નિવેદન પછી તમામ જગ્યાએથી ટીકાઓ થવા લાગી હતી, તો બીજી બાજુ કોંગ્રેસને પણ મુદ્દો મળી ગયો હતો અને કોંગ્રેસ પાર્ટીએ પણ જ્ઞાનનો અભાવ હોવાનો આક્ષેપ કર્યો હતો. પ્રદેશ પ્રમુખના નિવેદનની આકરી ટીકા થતાં વિવાદિત નિવેદન બાદ માફી માગે એવી માંગણીઓ ઉઠી હતી.

Advertisement

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે વિડીયો જાહેર કર્યો છે અને વિવાદિત નિવેદન અંગે તેમણે માફી માંગી છે, તેમણે જણાવ્યુ હતું કે, “થોડા દિવસ પહેલાં એક કાર્યક્રમ દરમિયાન શરતચૂકથી મારા વક્તવ્યમાં ભૂલ થઈ હતી અને ચાલુ વક્તવ્ય દરમિયાન જ ભૂલ સુધારી લીધી હતી. પરંતુ કેટલાંક યુવાનો દ્વારા મારા પર ફોન આવ્યો હતો અને આ મામલે માફી માંગવામાં આવે એવો આગ્રહ કરવામાં આવ્યો હતો. મેં ફોન પર પણ તેઓની માફી માંગી લીધી હતી. એટલું જ નહીં એ પછી કેટલાંક યુવાનોએ મને દ્વારકા આવીને પણ માફી માગવાનો આગ્રહ કર્યો હતો.

Advertisement

સાંભળો પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે શું કહ્યું.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!