28 C
Ahmedabad
Tuesday, May 14, 2024

મોડાસા લીયો પોલિસ ચોકી અને નગર પાલિકા વચ્ચે ગેરકાયદે પાર્કિંગ કરતા વાહન ચાલકોને કોના આશીર્વાદ…?


રાજસ્થાનથી ઢોરની જેમ ભરીને આવતા જીપ ચાલકોને કોના આશીર્વાદ ?

Advertisement

મેઘરજ રોડ પરથી મોટી સંખ્યામાં જીપ ચાલકો ચાર રસ્તા અને લીયો પોલિસ ચોકી થઇને આવે છે, પણ… કોઇને જાવાતા નથી..!!

Advertisement

પેસેન્જર લઇને આવે ત્યાં સુધી તો બરોબર પણ મનફાવે તેમ લોકોને અડચણરૂપ વાહનો પાર્ક

Advertisement

પોલિસ તંત્ર અને વહીવટી તંત્રના અધિકારીઓ સવાર અને સાંજના સમયે નિકળે તો ખ્યાલ આવે..

Advertisement

મોડાસા શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવાને બદલે દિવસે ને દિવસે વકરતી જાય છે, પણ તંત્ર અથવા તો પાલિકાને કોઇ જ રસ નો હોય તેવી લોકચર્ચાએ જોર પકડ્યું છે. શહેરના બસ સ્ટેશન થી ચાર રસ્તા સુધીના વિસ્તારમાં વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ એક દિવસના દર્શન આપી હવે અલોપ થઇ જતાં લોકો અધિકારીઓના પ્રગટ થવાની રાહ જોઇ રહ્યા છે, શહેરીજનો ટ્રાફિકની સમસ્યાથી ઝડપથી બહાર આવી શકે તે માટે મનમાં અધિકારીઓના નામનું રટન કરી રહ્યા છે, પણ સરકારી બાબુઓ ક્યારે પ્રગટ થશે તે કહેવું મુશ્કેલ છે.

Advertisement

Advertisement

મોડાસા શહેરમાં મુખ્ય ચાર રસ્તાથી બસ સ્ટેશન સુધીના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાનું હજુ સમાધાન થયું નથી ત્યાં તો લીયો પોલિસ ચોકી નજીક જીપ ચાલકોની મનમાની જોવા મળી રહી છે. કાયદાનો સરેઆમ ઉલ્લંઘન કરીને ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે. ગરમીમાં લીયો પોલિસ ચોકીના માણસો આરામ ફરમાવી રહ્યા છે તો ટ્રાફિક પોલિસ ક્યાં છે તે પણ લોકો પૂછી રહ્યા છે. પાલિકાના અધિકારીઓ અને હોદ્દેદારોનો આ મુખ્ય માર્ગ છે તેમ છતાં તેઓને ટ્રાફિક જોવાતો ન હોય તેવું સ્પષ્ટ લાગે છે. અધિકારીઓ અને પાલિકાના હોદ્દેદારોને પોતાની વ્યવસ્થા કરીને ચાલ્યા જાય છે પણ અહીંથી પસાર થતીં એમ્બ્યુલન્સ અને તેમાં સવાર દર્દી જીવન-મરણના જોલા વચ્ચે અટવાઈ પડવાનો વારો આવતો હોય છે.

Advertisement

નજીકમાં જ લીયો પોલિસ ચોકી છે અને તેમાં પોલિસ કર્મચારીઓ ચાર કોટડીની અંદર બેસીને ગપ્પા મારવામાં મસ્ત બન્યા છે, જેને લઇને રોજિંદા કામકાજ અર્થે પસાર થતાં વાહન ચાલકો તેમજ નજીકની સોસાયટીના રહીશોએ હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રોજે-રોજ પાર્સિંગ કરતા વધારે મુસાફરોને રાજસ્થાનથી આડેધડ બેસાડીને લાવતા પેસેન્જર જીપ ટ્રાફિક પોલિસ, હાઈવે પોલિસ અથવા તો આર.ટી.ઓ. ને જોવાતી નથી. ચલો આર.ટી.ઓ. તો પહેલેથી જ બીજામાં રસ દાખવીને બેઠી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે, પણ ટ્રાફિક પોલિસ અથવા તો હાઈવે પોલિસેને ઓવરલોડ વાહનો કેમ જોવાતા નથી તે એક સવાલ છે.

Advertisement

મેરા ગુજરાતના તંત્રને સવાલો :-

Advertisement
  1. રસ્તા વચ્ચે પેસેન્જર જીપ પાર્કિંગ માટે પરવાનો કોને આપ્યો ?
  2. લીયો પોલિસ ચોકી નજીક હોવાથી પણ કેમ કાર્યવાહી નથી થતીં ?
  3. પાલિકાના અધિકારી અને હોદ્દેદારોને ટ્રાફિક નડતો નથી કે શું ?
  4. જિલ્લા ટ્રાફિક અને હાઈવ ટ્રાફિક પોલિસને ઓવરલોડ વાહનો કેમ દેખાતા નથી ?
  5. RTO ને પણ રાજસ્થાનથી આવતા ઓવરલોડ વાહનો જોવામાં અંધાપો આવી ગયો કે શું ?

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!