39 C
Ahmedabad
Sunday, April 28, 2024

CSKમાં સુરેશ રૈનાની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી : આ ખેલાડીના સ્થાન પર રમાડવાની શક્યતા


CSKમાં સુરેશ રૈનાની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી : આ ખેલાડીના સ્થાન પર રમાડવાની શક્યતા

Advertisement

Tata IPL 2022 માં સુરેશ રૈના ચેન્નાઈ સુપર કિંગ્સમાં ફરીથી વાપસી કરી શકે છે. IPL ની 15મી સીઝનમાંથી CSK ના ફાસ્ટ બોલર દિપક ચહરના બહાર થયા બાદ તેના સ્થાન પર સુરેશ રૈનાને સામેલ કરવામાં આવી શકે છે. મળતી માહિતી અનુસાર, સુરેશ રૈના સાથે હાલમાં વાતચીત ચાલી રહી છે, પરંતુ હજુ સુધી તેના પર નિર્ણય લેવામાં આવ્યો નથી.

Advertisement

સુરેશ રૈના ઓક્શનમાં અનસોલ્ડ રહ્યો હતો
આ વખતની IPL માં સુરેશ રૈનાને કોઈ ફ્રેંચાઇઝીએ ખરીદ્યો ન હતો. એટલું જ નહીં પરંતુ CSK એ પણ તેને ખરીદવામાં રસ દાખવ્યો ન હતો. સુરેશ રૈના ગત સિઝન સુધી ચેન્નાઈ સુપર કિંગ્સનો મહત્વપૂર્ણ ભાગ હતો. પરંતુ આ વખતે કોઈપણ ફ્રેન્ચાઇઝીએ હરાજીમાં તેને ખરીદવામાં રસ દાખવ્યો ન હતો. ઓક્શનમાં તેની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી.

Advertisement

રૈનાની વાપસી થવાનું કારણ આ છે
ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી મળતી માહિતી અનુસાર, Tata IPL 2022 માં કોમેન્ટ્રી કરી રહેલા સુરેશ રૈના CSK માં ફરીથી જોડાઈ શકે છે. આ વખતની IPL માં CSK સારું પ્રદર્શન કરી શકી નથી, ઉપરાંત અંબાતી રાયડુનું પણ પ્રદર્શન આ સિઝનમાં સારું રહ્યું નથી. રાયડુએ અત્યાર સુધી રમાયેલી 6 મેચમાં ખૂબ જ ઓછા રન બનાવ્યા છે. ચેન્નાઈ અત્યાર સુધી 6 મેચમાંથી માત્ર 1 મેચ જીતી શકી છે. ગતરોજ રમાયેલી ગુજરાત ટાઈટન્સ સાથે રમાયેલી મેચ પણ રોમાંચક મુકાબલા બાદ CSK એ હારનો સામનો કરવો પડ્યો છે.

Advertisement

દિપક ચહર ઈજાને કારણે છે બહાર
CSK નો ફાસ્ટ બોલર દિપક ચહર ઈજાને કારણે હજી સુધી એક પણ મેચ રમી શક્યો નથી. એવું પણ માનવામાં આવતું હતું કે તે IPLની મધ્યમાં પરત ફરી શકે છે. નેશનલ ક્રિકેટ એકેડમીમાં પ્રેક્ટિસ દરમિયાન તેને ફરીથી ઈજા પહોંચી હતી. અને તેને કારણે જ તે હવે IPL 2022 ની આખી સિઝનમાંથી બહાર થઈ ગયો છે. દિપક ચહરને IPL મેગા ઓક્શનમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 14 કરોડ રૂપિયા જેટલી મોટી રકમ ખર્ચીને ખરીદ્યો હતો.

Advertisement

સુરેશ રૈના IPLના સફળ બેટ્સમેનોમાંથી એક
સુરેશ રૈના IPL ના ઈતિહાસમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓમાંથી એક છે. ટૂર્નામેન્ટમાં તે સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં ચોથા સ્થાન પર છે. રૈનાએ 205 મેચોમાં 32.51ની એવરેજ અને 136.76ની સ્ટ્રાઈક રેટથી 5528 રન ખડક્યા છે. આ સાથે જ IPLમાં તેની એક સદી અને 39 અડધી સદી પણ નોંધાઈ છે. આ દરમિયાન તેણે 506 ફોર અને 203 સિક્સર ફટકારી છે. તેથી CSK ફરી એક વખત સુરેશ રૈનાને ટીમમાં પરત લાવી ટીમની ખોટ દૂર કરવાનો પ્રયાસ કરી શકે છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!