30 C
Ahmedabad
Monday, May 13, 2024

ભાભીનો દિયર સાથે આંધળો પ્રેમ, દિયર સાથે રહેવા નાની બહેનના લગ્ન દિયર સાથે કરાવ્યા, મોબાઈલથી ભાંડો ફૂટ્યો


પ્રેમમાં અંધ વ્યક્તિ ક્યારેક એવા નિર્ણય લઈ લે છે કે જે બાદ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડતો હોય છે. રોજ બરોજ આવા અનેક કિસ્સા સામે આવતા હોય છે કે પ્રેમમાં અંધ બનેલા યુગલે આપઘાત કર્યો કે પછી હત્યા કરી હોય ત્યારે અમદાવાદમાં દિયરના પ્રેમમાં પાગલ બનેલી ભાભીએ તેનો પ્રેમી દિયર તેની પાસે રહે તે માટે તેની નાની બહેન સાથે લગ્ન કરાવી દીધા પછી તો દિયર જીજાજી અને ભાભી સાળી બની જતા પ્રેમી પંખીડાને ખુલ્લું મેદાન મળી ગયું હતું તેના પતિનો મોબાઈલ પત્નીના હાથમાં આવી જતા તેમાં રહેલા ફોન કોલ્સના રેકોર્ડિંગ અને ફોટો જોઈ નાની બહેનના પગતળે જમીન સરકી ગઈ હતી આખરે યુવતીએ 181 હેલ્પલાઈનનો સંપર્ક કરી તેની સાથે થયેલ છળકપટ અંગે જાણ કરતા મહિલા હેલ્પલાઇનની ટીમે બંને બહેનો અને યુવકનું કાઉન્સેલિંગ કર્યું હતું. ભાભી-દિયરમાંથી જીજા સાળી બનીને પ્રેમ સંબંધનો અંત લાવી પતિ-પત્ની અલગ રહેવા જશે તેવી બાંહેધરી આપતા સુખદ સમાધાન થયું હતું.

Advertisement

અમદાવાદમાં પ્રેમપ્રકરણનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ભાભી-દિયર છેલ્લા ૧૫ વર્ષથી પ્રણયફાગ ખેલતા હતા આ રમત ચાલુ રહે તે માટે ભાભીએ તેની બહેન સાથે જ લગ્ન કરાવી દીધા હતા મોટી બહેન સતત નાની બહેન જોડે કામ કરાવતી હતી અને દિયર સાથે જ રહેતી હતી નાની બહેનને તેના પતિના મોબાઈલ માંથી મોટી બહેન અને તેના પતિના પ્રેમ પ્રકરણ અંગેની વાતચીત અને ફોટા મળી આવતા નાની બહેને વિરોધ કરતા તેના પતિએ મારઝૂડ કરી ઘરમાંથી કાઢી મુકતા યુવતી લાચાર બનતા 181 મહિલા હેલ્પલાઈનનો સંપર્ક કરતા મહિલા હેલ્પલાઈનની ટીમ યુવતીના ઘરે પહોંચી યુવતી તેના પતિ અને મોટી બહેનનું કાઉન્સલીંગ કરી કાયદાની સમજ આપતા પ્રેમાંધ બનેલ ભાભી-દિયર આખરે ઢીલા પડી ગયા હતા અને હવેથી પ્રેમ સબંધ નહીં રાખવાની અને બંને અલગ અલગ રહેવાની બાંહેધરી આપી બે સંસાર તૂટતાં બચાવ્યા હતા.

Advertisement

181 અભયમ ટીમના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર,યુવતીની મોટી બહેન ગીતા અને પતિ રમેશ બંને પ્રેમમાં હતા. બંને એકબીજા સાથે પ્રેમ રહે અને કોઈને પ્રેમસંબંધ અંગે જાણ ન થાય તેના માટે દિયરના લગ્ન માયા સાથે કરાવી દીધા હતા. ભાભી-દિયર અને બાદમાં જીજા-સાળીનો સંબંધ બનાવી એકબીજાના પ્રેમ જાળવી રાખવા આ રીતે મોટી બહેને નાની બહેનને પ્રેમી સાથે લગ્ન કરાવી દીધા હતા

Advertisement
Advertisement

Related Articles

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!