32 C
Ahmedabad
Thursday, May 16, 2024

IPL સટ્ટાનો પર્દાફાશ : બુકી પાસેથી ID લઇ બાયડ બંટીની ઓફિસમાં સટ્ટો રમતા વડોદરાના બે સટ્ટોડીયાને દબોચતી પોલીસ


આઈપીએલની ક્રિકેટ મેચમાં અરવલ્લી જીલ્લામાં દરેક મેચમાં લાખ્ખો-કરોડો રૂપિયાનો સટ્ટો રમાઈ રહ્યો છે. ઓનલાઈન સટ્ટામાં અનેક યુવાનો વ્યાજે રૂપિયા લઈ દાવ પર લગાવી વ્યાજના વિષચક્રમાં બરદાદ થઇ રહ્યા છે. ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડતા અનેક બુકીઓ વિવિધ સોશ્યલ મીડિયા એપ્લિકેશન મારફતે સટ્ટો રમાડી રહ્યા છે.

Advertisement

બાયડમાં માસ્ટર આઈડીથી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા વડોદરાના બે સટ્ટોડિયાને રીલાયન્સ પેટ્રોલપંપ સામે આવેલ જન મંગલમ કોમ્પ્લેક્ષના પ્રથમ માળે આવેલ બંટી નામના શખ્સની ઓફિસમાંથી બાયડ પોલીસે દબોચી લઈ 20.90 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ઓફિસ માલિક બંટી અને આઈડી આપનાર અમદાવાદના લાલાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Advertisement

Advertisement

બાયડ પીઆઈ મુકેશ તોમર અને પીએસઆઈ શિલ્પા પરમારને શહેરના જન-મંગલમ કોમ્પ્લેક્ષમાં પ્રથમ માળે બંટી નામના શખ્સની ઓફિસમાં આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાતો હોવાની સાથે રમાડવામાં આવી રહ્યો હોવાની બાતમી મળતા તાબડતોડ તેમની ટીમ સાથે પહોંચી રેડ કરતા ઓફિસમાં અમદાવાદના સટ્ટોડીયા લાલા પાસેથી આઈડી મેળવી સટ્ટો રમતા વડોદરાના જયેશ હીરાલાલ ઠક્કર અને સચીન ઠાકોરભાઈ શાહને દબોચી લઇ તેમની પાસેથી રૂ.19,200/- રોકડા, લકઝુરિયસ કાર,મોંઘાદાટ મોબાઇલ-4, એલઈડી ટીવી, સેટ અપ બોક્ષ, રિમોટ મળી કુલ.રૂ.2040900/- નો મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા ઓનલાઈન સટ્ટો રમતા બંટી અને આઈડી આપનાર લાલા સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Advertisement

IPL મેચ પર સટ્ટો રમતા સટ્ટોડીયા અને બે ફરાર સટ્ટોડીયાના નામ વાંચો

Advertisement
  1. જયેશ હિરાલાલ ઠક્કર રહે.A/90 સંતોષીનગર, મહેસાણા નગર રોડ, નિઝામપુરા, વડોદરા
  2. સચિનભાઇ ઠાકોરભાઇ શાહ રહે. D/402 , 7 હેવન ફ્લેટ, વાઘોડિયા રોડ વડોદરા

વોંન્ટેડ આરોપીઓ

Advertisement
  1. લાલો અમદાવાદનો છે તે જેનુ પુરૂનામ, સરનામુ ખબર નથી
  2. બંટી જેનુ પુરૂ નામઠામ,સરનામુ ખબર નથી

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!