37 C
Ahmedabad
Monday, April 29, 2024

ગીર-સોમનાથ : ઉના અને કોડીનાર નર્સરી ખાતેથી આંબાની કલમ અને નાળીયેરીના રોપા તદ્દન નજીવા દરે મળશે


મેરા ગુજરાત, ગીર-સોમનાથ

Advertisement

વૈજ્ઞાનિક ઢબે ઉછેર કરાયેલા કલમ-રોપાની ખેડૂતોમાં માગ

Advertisement

રાજ્ય સરકારના સહયોગથી ખેડૂતોને તદ્દન નજીવા દરે ગુણવત્તાયુક્ત અને વૈજ્ઞાનિક ઢબે તૈયાર કરાયેલા આંબાની કલમ, નાળિયરીના રોપા સહિતના ફળ અને ફુલની કલમ- રોપા નદ્દન નજીવા દરે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ કલમો અને રોપાઓ ગીર સોમનાથ જિલ્લા સહિતના ખેડૂતો કોડીનાર અને ઉના નર્સરી ખાતેથી મેળવી શકશે.

Advertisement

આ સંરર્ભે નાયબ બાગાયત નિયામક શ્રી એ.એમ. દેત્રોજાએ જાણાવે છે કે, રાજ્ય સરકારના સહયોગથી આંબાની કલમ, નાળયેરીના રોપોના સહિતના છોડનુ તદ્દન નજીવા દરે વિતરણ તો કરવામાં આવે છે. આ સાથે જ મહત્વનુ છે કે, ખેડૂતોને ખાતરીબદ્ધ કલમ અને રોપા મળી રહે છે.

Advertisement

નર્સરીમાં રોપા ઉછેરની કામગીરી વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવે છે. સાથે જ નર્સરીમાં પોતાનુ મધર બ્લોક હોય છે અને અહિંયાના સ્થાનિક વાતવરણ તૈયાર કરવામાં આવ્યું હોય છે. જેથી આ કલમ-રોપામાં રોગ જીવાત પ્રમાણ ખૂબ નિયંત્રિત જોવા મળે છે. જ્યારે ખેડૂતો કોઈ ખાનગી સ્થળેથી ખરીદી કરે તો નર્સરીના ભાવ કરતા અંદાજિત બેગણી કિંમત ચૂકવવીવ પડતી હોય છે સાથે ગુણવત્તાની કોઈ ખાતરી મળતી હોતી નથી. આમ, ખેડૂતોને નર્સરીના માધ્યમથી ખાતરીબદ્ધ, ગુણવત્તાયુક્ત અને નજીવા દરે રોપ-કલમ વગેરે મળી રહે છે. જેની ઉત્પાદન પર ભવિષ્યમાં સકારાત્મક અસર પડતી હોય છે.

Advertisement

કોડીનાર બાગાયત નર્સરીના મદદનીશ બાગાયત નિયામક શ્રી જગદીશ રાઠોડ જણાવે છે કે, મુખ્યત આંબાની કલમ અને નાળીયરના રોપાનું નર્સરી દ્વારા નજીવા દરે વિતરણ કરવામાં આવનાર છે. નાળિયેરીની ત્રણ જાતમાં  દેશી બોનાની રોપાની રૂ.-૬૦ તેમજ દેશી નાળિયેર અને લોટણની રૂ.૪૦-૪૦  વેંચાણ કિંમત નક્કી કરવામાં આવી છે .

Advertisement

આંબાની કલમની બે જાતમાં ભેટ કલમના રૂ-૧૧૦ અને ખૂટા કલમના રૂ.-૪૦ ચૂકવીને ખેડૂતો કલમની ખરીદી કરી શકશે. આ ઉપરાંત અન્ય ફળ પાકોના અને સુશોભનના રોપાની દરેકના છોડ માટે માત્ર રૂ. ૧૫ શુલ્ક નિર્ધારિત કરવામાં આવ્યો  છે. નર્સરીમાં નાળિયેરી, આંબાની વિવિધ જાતો ઉપરાંત જામફળ, લીંબુ, પપૈયા, સીતાફળ, રામફળ જેવા અન્ય ફળના રોપ પણ તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત સુશોભનના રોપામાં કોટન, ફૂલો, સોપારી, ગ્રાસ, જેવી વિવિધ ૧૨ જેટલી વેરાઈટી તૈયાર કરે છે

Advertisement

નર્સરી દ્વારા રોપા-કલમ પૂરા પાડવાની સાથે ખેડૂતોને મૂંઝવતા વિવિધ બાગાયતી પાકોના પ્રશ્નો અંગે પણ મહત્વપૂર્ણ માર્ગદર્શન આપે છે.

Advertisement

સમગ્ર ગુજરાત રાજ્યમાંથી કોઇપણ ખેડૂત કોડીનાર નર્સરી ખાતે આવીને આ છોડ ખરીદી શકે છે. ખેડૂતોએ આંબા અને નાળિયેરીના છોડ ખરીદવા માટે ૮(અ) નો દાખલો અને આધારકાર્ડ સાથે લાવવાના રહે છે. કોડીનાર નર્સરીમાં આંબાની ભેટ કલમ માટે આખું વર્ષ માગ રહે છે. જેના કારણે નર્સરી દ્વારા વર્ષમાં એક દિવસ તા.૧૫મી મે ના રોજ રજીસ્ટ્રેશન કરવામાં આવે છે અને જુલાઈ માસમાં  ઉત્પાદનના આધારે ખેડૂતોને રોપ વિતરણ કરાઇ છે. ત્યારે આ રોપાઓ અને કલમ ન માત્ર ગીર સોમનાથ જિલ્લાના પરંતુ સમગ્ર રાજ્યના ખેડૂતો માટે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!