32 C
Ahmedabad
Thursday, May 16, 2024

અરવલ્લી : હવે બુટલેગરો રિક્ષાના સહારે … શામળાજીની રતનપુર ચેકપોસ્ટ અને મેઘરજની ઉંડવા ચેકપોસ્ટ પર બે રિક્ષામાંથી દારૂ ઝડપ્યો


અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી વિદેશી દારૂ ઘુસાડવા બુટલેગરો નીતનવા નુસ્ખા અપનાવી રહ્યા છે જીલ્લા પોલીસવડા સંજય ખરાતે પ્રોહીબીશનની કામગીરી અંગે શખ્ત કાર્યવાહીના આદેશ આપતા જીલ્લા પોલીસતંત્ર દેશી-વિદેશી દારૂની હેરાફેરી અને વેપલાને અટકાવવા સતત દોડાદોડી કરી રહી છે મેઘરજ પોલીસ ઉંડવા ચેકપોસ્ટ નજીક રિક્ષામાંથી 140 બોટલ દારૂ સાથે બુટલેગરને ઝડપી લીધો હતો શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પરથી રિક્ષામાં દારૂની ખેપ મારતા બુટલેગરને ઝડપી પાડી 335 ઈંગ્લીશ દારૂના ક્વાંટરીયા સાથે દબોચી લીધો હતો
શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરી રાજસ્થાનમાંથી દારૂ ભરી આવી રહેલી સીએનજી રિક્ષાને અટકાવી તલાસી લેતા રિક્ષામાંથી 28 હજારથી વધુના 335 ક્વાંટરીયા વિદેશી દારૂના જપ્ત કરી રિક્ષા ચાલક બુટલેગર શંકાર નટવર બરંડા (જાંબુડી-ભિલોડા) ને ઝડપી પાડી 78 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગરને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

Advertisement

Advertisement

મેઘરજ પોલીસે ઉંડવા ચેકપોસ્ટ પરથી બાતમીના આધારે સીએનજી રિક્ષામાંથી 43 હજારનો વિદેશી દારૂ સાથે રિક્ષા ચાલક બુટલેગર સુખા ઉર્ફ કાંતિ કાળુ ડામોર (રહે,પહાડીયા-મેઘરજ)ને દબોચી લઇ 1.43 લાખના મુદ્દામાલ જપ્ત કરી રિક્ષામાં વિદેશી દારૂ ભરી આપનાર અમરત ઉર્ફે અમરો બબા ડામોર (રહે,માંડલી, સીમલવાડા-રાજસ્થાન) સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!