32 C
Ahmedabad
Sunday, May 12, 2024

દિલ્હી : MCDની બુલડોઝર કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટની રોક, યથાસ્થિતિ બનાવી રાખવાના આદેશ


સુપ્રીમ કોર્ટે જહાંગીરપુરીમાં દિલ્હી મહાનગરપાલિકાની બુલડોઝર કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. કોર્ટે એમસીડીને યથાસ્થિતિ બનાવી રાખવા કહ્યુ છે. હવે અતિક્રમણ હટાવવા વિરૂદ્ધ દાખલ અરજી પર ગુરૂવારે ફરી સુનાવણી થશે.

Advertisement

મહત્વપૂર્ણ છે કે 16 એપ્રિલે હનુમાન જયંતીના પ્રસંગે કાઢવામાં આવેલી શોભા યાત્રા પર જહાંગીરપુરીમાં પથ્થરમારો થયો હતો, ત્યારથી લઇને અત્યાર સુધી 20થી વધુ આરોપી પકડાઇ ચુક્યા છે. આ વચ્ચે એમસીડીએ જહાંગીરપુરીમાં હાજર ગેરકાયદેસર અતિક્રમણ હટાવવાનો નિર્ણય લીધો છે. આજે કાર્યવાહી પણ શરૂ થઇ હતી. ઘણી હદ સુધી ગેરકાયદેસર કબજા પર બુલડોઝર પણ ચાલી ચુક્યુ છે પરંતુ આ વચ્ચે સુપ્રીમ કોર્ટે સ્ટે આપી દીધો છે.

Advertisement

દિલ્હી હાઇકોર્ટે પણ સુનાવણી માટે તૈયાર

Advertisement

બીજી તરફ દિલ્હી હાઇકોર્ટ પણ સુનાવણી માટે તૈયાર થઇ ગઇ છે. જોકે, કોર્ટે તુરંત એમસીડીની બુલડોઝર કાર્યવાહી પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો.

Advertisement

મહત્વપૂર્ણ છે કે જહાંગીરપુરીમાં હનુમાન જયંતી પર હિંસા થઇ હતી. ઉત્તરી દિલ્હી મહાનગરપાલિકાએ હિંસાના આરોપીઓની ગેરકાયદેસર સંપત્તિઓ પર 20 અને 21 એપ્રિલે બુલડોઝર ચલાવવાની જાહેરાત કરી હતી. ભાજપે પણ હિંસાના આરોપીના ગેરકાયદેસર ઘર પર બુલડોઝર ચલાવવાની માંગ કરી હતી. આ પહેલા યુપી, એમપી અને ગુજરાતમાં આ રીતની કાર્યવાહી કરવામાં આવી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!