33 C
Ahmedabad
Saturday, May 18, 2024

સાબરકાંઠા : LCBએ હિંમતનગર જલારામ મંદિર પાસેથી SX4 કારમાંથી 2.47 લાખના દારૂ સાથે હિંમતનગરના બે યુવકોને દબોચ્યા


સાબરકાંઠા એસપી વિશાલ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ વિદેશી દારૂની હેરાફેરી અને વેપલાને અટકાવવા સતત દોડાદોડી કરી રહી છે એલસીબી પોલીસે હિંમતનગર જલારામ મંદિર પાસેથી SX4 કારમાં વિદેશી દારૂની ખેપ મારી રહેલા બે બુટલેગરોને દબોચી લઈ કારમાંથી 826 બોટલ વિદેશી દારૂની જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Advertisement

સાબરકાંઠા એલસીબી પીઆઇ એમ.ડી.ચંપાવત અને તેમની ટીમે ને.હા.નં-8 પર પેટ્રોલિંગ હાથધરતાં બે બુટલેગર રાજસ્થાનમાંથી કારમાં વિદેશી દારૂ ભરી ગાંભોઇ તરફથી આવી રહ્યા હોવાની બાતમી મળતા એલસીબી પોલીસ જલારામ મંદિર નજીક નાકાબંધી કરી બાતમી આધારિત કાર આવતા અટકાવી કોર્ડન કરી કારની તલાસી લેતા અંદરથી વિદેશી દારૂની 826 બોટલો કિં.રૂ.2,47,828 નો જથ્થો જપ્ત કરી બે ખેપિયાન ધરપકડ કરી રૂ.548328/-નો મુદ્દામાલ ઝડપી લીધો હતો ત્રણ બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement

કાર સાથે ઝડપાયેલ હિંમતનગર વિસ્તારના બુટલેગરોના નામ

Advertisement

1. ઉચીતકુમાર ઉર્ફે ઉસ્માન સંજયભાઇ મહેશભાઇ ઉપાધ્યાય ઉ.વ. 27 (હાલ રહે.બલવંતપુરા પ્રા.શાળાની બાજુમાં ગોકુલનગર હિંમતનગર)
2. હાર્દિકકુમાર પ્રવિણભાઇ જેઠાભાઇ રાવલ ઉ.વ. 32 (રહે. કાંકણોલ રામજી મંદિર ફળી માઢ, હિંમતનગર)

Advertisement

વોન્ટેડ આરોપી

Advertisement

સુરેશભાઇ પન્નાભાઇ કલાલ (રહે. પાટીયા વલીસા ઠેકાવાળો)

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!