31 C
Ahmedabad
Sunday, April 28, 2024

IPL 2022 : કે.એલ. રાહુલે વિરાટ કોહલીને પછાડ્યો, આ મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો


કેએલ રાહુલને ટી20 ક્રિકેટમાં ભારતના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક ગણવામાં આવે છે. આ વર્ષની IPLમાં KL રાહુલ લખનઉ સુપર જાયન્ટ્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. લખનઉની ટીમ મંગળવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે મેચ રમી હતી. આ મેચમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ કેએલ રાહુલે આ મેચમાં મોટો રેકોર્ડ બનાવ્યો છે.

Advertisement

કેએલ રાહુલે વિરાટને પાછળ છોડી દીધો
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમાયેલી મેચમાં કેએલ રાહુલે 24 બોલમાં 30 રન બનાવ્યા, આ સાથે જ કેએલ રાહુલ ટી20માં સૌથી ઝડપી 6000 રન બનાવનાર ભારતીય બેટ્સમેન બની ગયો. કેએલ રાહુલ પહેલા આ રેકોર્ડ વિરાટ કોહલીના નામે હતો. કેએલ રાહુલે 166મી ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી અને વિરાટ કોહલીએ 184 ઇનિંગ્સમાં 6000 રન પૂરા કર્યા હતા.

Advertisement

સૌથી ઝડપી 6000 રન બનાવનાર ભારતીય

Advertisement

બેટ્સમેન                ઇનિંગ્સ

Advertisement

કેએલ રાહુલ             166

Advertisement

વિરાટ કોહલી            184

Advertisement

શિખર ધવન            214

Advertisement

સુરેશ રૈના               217

Advertisement

રોહિત શર્મા             228

Advertisement

કેએલ રાહુલની ટી20 કારકિર્દી
કેએલ રાહુલે અત્યાર સુધી કુલ 179 ટી20 મેચ રમી છે, જેમાં તેણે 43.52ની એવરેજથી 6007 રન બનાવ્યા છે. T20 ક્રિકેટમાં તેના નામે 50 અડધી સદી અને 5 સદી પણ છે. તેણે IPLમાં 101 મેચમાં 47.17ની એવરેજથી 3538 રન બનાવ્યા છે. કેએલ રાહુલે પણ આઈપીએલમાં 3 સદી ફટકારી છે. આ સિઝનની વાત કરીએ તો તેણે 7 મેચમાં 44.17ની એવરેજથી 265 રન બનાવ્યા છે અને 1 સદી પણ ફટકારી છે.

Advertisement

આરસીબીએ લખનઉને હરાવ્યું
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સનો 18 રને પરાજય થયો હતો. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લખનઉ સુપર જાયન્ટ્સને જીતવા માટે 182 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં લખનઉ સુપર જાયન્ટ્સ (એલએસજી)ની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બોલરોની સામે 20 ઓવરમાં 163 રન જ બનાવી શકી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!