32 C
Ahmedabad
Saturday, April 27, 2024

Virat Kohli Golden Duck : ગોલ્ડન ડક પર આઉટ થયો વિરાટ કોહલી, ફેન્સ થયા ભાવુક


રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના પૂર્વ કેપ્ટન અને ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી 19 એપ્રિલે રમાયેલી મેચમાં ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો. વિરાટ કોહલી IPL 2022માં લખનઉ સુપર જાયન્ટ્સ સામે ખાતું ખોલાવ્યા વિના પ્રથમ બોલ પર આઉટ થયો હતો.

Advertisement

વિરાટ કોહલીનું કંગાળ ફોર્મ લાંબા સમયથી ચાલી રહ્યું છે, જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બાદ હવે IPLમાં પણ જોવા મળી રહ્યું છે. વિરાટ કોહલીના પહેલા જ બોલ પર આઉટ થવાનો અને સ્મિત સાથે પેવેલિયન છોડવાનો એક્સપ્રેશન પણ વાયરલ થઈ રહ્યો છે.

Advertisement

જ્યારે કિંગ કોહલી આ રીતે આઉટ થયો ત્યારે ચાહકો ખૂબ જ નિરાશ દેખાતા હતા. વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર તરત જ નંબર-વન પર ટ્રેન્ડ થવા લાગ્યો હતો.

Advertisement

વિરાટ કોહલીના આઉટ થતાં ચાહકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ આવી હતી. જેમાં એક મહિલાએ સ્ટેડિયમમાં પોતાનો ચહેરો ઢાંક્યો હતો, જ્યારે સોશિયલ મીડિયા પર ઘણા મીમ્સ વાયરલ થયા હતા. કેટલાક ચાહકોએ લખ્યું કે વિરાટ કોહલીને આ રીતે જોઈને તેનું દિલ તૂટી જાય છે. તેની કારકિર્દી પૂરી થઈ ગઈ હોય તેવું લાગે છે.

Advertisement

છેલ્લા પાંચ વર્ષમાં પહેલીવાર વિરાટ કોહલી ગોલ્ડન ડકનો શિકાર બન્યો છે. દુષ્મંત ચમીરાના બોલને પોઈન્ટ તરફ રમવામાં વિરાટ કોહલી આઉટ થયો હતો. વિરાટ જ્યારે આઉટ થયો ત્યારે તે થોડીવાર હસવા લાગ્યો અને બાદમાં પેવેલિયન તરફ જવા લાગ્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!