29 C
Ahmedabad
Monday, April 29, 2024

સુરત-અંકલેશ્વર-ભરુચ-વાપીમાં પર્યાવરણની ઘોર ખોદાઈ…!! આગામી દિવસોમાં પાણી શુદ્ધ નહીં પણ કેમિકલ યુક્ત પીવાનો આવી શકે છે નોબત


મેરા ગુજરાત, સુરત

Advertisement

સુરત, અંકલેશ્વર, ભરુચ વાપી અને એ આખો સો કોલ્ડ ગોલ્ડન બેલ્ટમાં પર્યવારણની ધોર ખોદાઈ ગઈ છે. સૌથી મોટો ભય તો સુરતના નાગરીકો માટે તોળાઈ રહ્યો છે. ડાઈંગની જે ફેકટરીઓ શુધ્ધીકરણ પ્લાંટ વગર કામ કરી રહી છે તે દરિયામાં, નદીમાં અને નહેરોમાં ભયાનક ગંદુ કેમિકલયુક્ત પાણી છોડી રહી છે. અને સૌથી માટા આશ્ચર્યની વાત એ છે કે એક પણ માણસને આની ચિંતા નથી. આપણાથી દુર સૌરાષ્ટ્રમાં જેતપુર શહેર આવેલુ છે. અહિયા ડાઈંગ ઉદ્યોગ સમગ્ર ગુજરાતમાં પ્રસિધ્ધ છે. બાંધણી સાડીઓના રંગાઈના કામ માટે જેતપુર પ્રસિધ્ધ છે. શરુઆતમાં સૌને ખુબ સારુ લાગ્યુ કારણ કે અઢળક ધન વર્ષા થઈ. ડાઈંગ મીલના કારખાનેદારોએ માત્ર રુપિયા રળવા તરફ જ ધ્યાન આપ્યુ. પર્યવારણ કે પાણીના શુધ્ધીકરણ પર કોઈ ફોકન ન કર્યુ. જે કેમિકલ યુક્ત ગંદુ પાણી હતુ તેને નજીકની નદીઓમાં ઠાલવવા લાગ્યા. અંતે પરિણામ એ આવ્યુ કે જેતપુરના લોકોને કેમિકલયુક્ત પાણી પીવાનો સમય આવ્યો. ધરતીના પેટાળ સુધી આ કેમિકલયુક્ત પાણી પહોંચી ગયુ. પછી આંદોલનો થયા, લોકોની સેહત બગડી પરંતુ પરિણામ શુન્ય આવ્યુ.

Advertisement

આવો જ સિનારીયો હાલ સુરત અને આજુબાજુના વિસ્તારમાં થવા જઈ રહ્યો છે. સુરત શહેર અને આજુબાજુના વિસ્તારમાં અસંખ્ય કાપડ મિલો ધમધમી રહી છે. આ મીલોનુ ગંદુ પાણી સુરતની નદીઓ, નાળાઓ, નહેરોમાં બેરોકટોક ઠલવાઈ રહ્યું છે. સામાન્ય ગેસના સિલીન્ડરમાં સો રુપિયાનો વધારો થાય અથવા તો પેટ્રોલમાં લિટરે પસાચ પૈસાનો વધારો થાય ત્યારે માથુ કુટતા અને ગોકિરો મચાવી મુકતા પ્રજાજનો પોતાની આગલી પેઢીનુ નખ્ખોદ નીકળી જાય તેવા ભયાનક પર્યવારણના વિસ્ફોટ પર બેઠુ છે તેના પર કંઈ બોલતુ નથી. કાંતો પ્રજાને આ ગંભીર સમસ્યાની ખબર નથી અથવા તો આપણે શુંની મેન્ટાલીટી છે.

Advertisement

જો સુરત શહેરના આગલી પેઢીઓ માટે બચાવવુ હશે તો પર્યાવરણના બચાવવુ જ પડશે. અને પર્યવારણ વિભાગ એટલે કે પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના અધિકારીઓ તો આ વિશ્વની આઠમી અજાયબી છે. તેમને પર્યવારણનુ ક્યાંય નુકસાન દેખાતુ જ નથી. હા જેમની સાથે જો સેટીંગ ન કર્યુ હોત તો રેડ પડી શકે બાકી આટલી બે રોકટોક કોઈ પણ પ્રકારના શુધ્ધીકરના પ્લાંટ વગર કેવી રીતે આટલી મીલો ચાલી શકે. પર્યવારણના અધિકારીઓના બાળકો પણ ભવિષ્યમાં આનો ભોગ બનશે તેટલો ખ્યાલ પણ તેમને નથી કે સુરત અને આજુબાજુ ચાલતી ગેરકાયદે ડાઈંગ મીલોને કોઈ પણ ભોગે બંધ કરાવી, અથવા તો ફરજીયાત શુધ્ધીકરણ પ્લાંટ બેસાડીને ત્યાર બાદ જ એનઓસી સર્ટીફિકેટ આપવુ જોઈએ.

Advertisement

હાલ દેશમાં ડાઈંગ મિલોને શુધ્ધ કરવાની અનેક કંપનીઓ કાર્યરત છે. ખુબ ઓછા ખર્ચમાં તેઓ ડાઈંગ મીલની નજીક જ અશુધ્ધ કેમિકલયુક્ત પાણીને રીસાઈકલ કરી ફરી ઉપયોગમાં લેવા યોગ્ય અથવા તો નદીમાં છોડવા યોગ્ય બનાવી આપે છે.

Advertisement

ડાઈંગ મીલના માલિકોને હવે ગંભીર પણે વિચારવાનો સમય આવી ગયો છે કે આ મીલો જે વગર લાયસન્સે કે શુધ્ધીકરણ પ્લાંટ વગર ચાલતા હતા તે હવે લાંબો સમય ચાલવાના નથી. જે રીતે દરેક હોટેલ, હોસ્પીટલો અને શાળાઓને ફાયર સેફ્ટી વગર એનઓસી નથી મળતુ તેમ આગામી થોડા દિવસોમાં શુધ્ધીકરમ પ્લાંટ વગર ડાઈંગ મીલો ચલાવવી અશક્ય છે.

Advertisement

સૌથી મોટી જવાબાદારી પોલ્યુશન કન્ટ્રોલ વિભાગના અધિકારીઓની આવે છે. કોઈ પણ શેહશરમ કે લોભ લાલચ વગર નીદીઓમાં ગંદુ પાણી ઠાલવતા કારખાના પર તવાઈ કરવાનો સમય આવી ગયો છે. નહી તો આ જે નદીઓ આપણને આછા બ્લ્યુ કે લીલાશવાળા કલરની દેખાય છે તે સંપુર્ણ વાદળી અથવા તો લાલ અથવા તો વાયોલેટ કલરની દેખાશે, જેનાથી સેલ્ફી તો સારી આવશે પરંતુ આગામી પેઢીઓ સંપુર્ણ રીતે નાશ પામશે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!