28 C
Ahmedabad
Monday, May 6, 2024

ગાંધીનગર : UK ના PM બોરિસ જ્હોન્સને અક્ષરધામે શિશ ઝુકાવ્યું, સંતો સાથે મુલાકાત કરી


યુ.કે.ના પ્રધાનમંત્રી બોરિસ જ્હોનસન ગઈકાલે ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવ્યા હતા. ત્યારે બોરિસ જ્હોન્સન તેમના આ પ્રવાસ અંતર્ગત વિશ્વ પ્રસિદ્ધ અક્ષરધામ ગાંધીનગરમાં દર્શન મુલાકાતે ગયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ યુ.કે.ના પ્રધાનમંત્રીની સાથે આ મુલાકાતમાં જોડાયા હતા. યુ.કે.ના પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીનું અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા બી.એ.પી.એસ.ના બ્રહ્મવિહારી સ્વામી, ઇશ્વરચરણ સ્વામી અને વરિષ્ઠ સંતગણોએ ભાવભર્યુ અભિવાદન કર્યુ હતું.

Advertisement

Advertisement

બ્રિટનના પ્રધાનમંત્રીએ અક્ષરધામ સંકુલના વિવિધ પરિસરની પણ મુલાકાત લીધી હતી. અને પ્રવૃત્તિઓની વિગતો જાણવામાં રસ દાખવ્યો હતો. ત્યારબાદ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ ભગવાન સ્વામિનારાયણ, અવતારો, દેવો અને ભારતના મહાન ઋષિઓની સ્મૃતિમાં 23 એકરની વિશાળ ભૂમિ પર રચાયેલા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સંકુલ ‘સ્વામિનારાયણ અક્ષરધામ’નો પરિચય આપ્યો હતો. અક્ષરધામના મુખ્ય મંદિર સંકુલમાં તેઓએ ભગવાન સ્વામિનારાયણની નયન રમ્ય પ્રતિમાને પુષ્પો અર્પણ કરીને આદર વ્યક્ત કર્યો હતો. મંદિરની કલા-કારીગરી તેમજ સ્થાપત્યની તેઓએ પ્રશંસા કરી હતી. પ્રેમ, શાંતિ, સહિષ્ણુતા, અહિંસા, સહ-અસ્તિત્વ અને વૈશ્વિક સંવાદિતાના સંદેશને વિશ્વભરમાં વહાવતા અક્ષરધામ મંદિરનું નિર્માણ કરવા માટે હજારો સ્વયંસેવકો અને કલાકારોને પ્રેરણા આપનાર બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પાંચમા આધ્યાત્મિક ગુરુ પ્રમુખસ્વામી મહારાજ વિશે જાણીને તેઓએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!