31 C
Ahmedabad
Tuesday, May 7, 2024

અરવલ્લી : સરકારી ઈજનેરી કોલેજ મોડાસા ખાતે 5 દિવસીય ‘સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ’ યોજાયો, સાંભળો વિદ્યાર્થીઓના પ્રતિભાવો


એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને છેલ્લા સેમિસ્ટરમાં અભ્યાસ પૂર્ણ કરીને કંપનીમાં કેવી રીતે કામગીરી કરવી અથવા તો કંપનીમાં જતાં પહેલા કેવા પ્રકારના ટાસ્ક પૂર્ણ કરવા પડતા હોય છે આ માટે એક સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો.

Advertisement

સરકારી ઈજનેરી કોલેજ,મોડાસા ખાતે કમ્પ્યુટર એન્જિનિયરીંગ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગ દ્વારા ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ માટે 5 દિવસનો સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ 18 થી 22 એપ્રિલ દરમિયાન યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર અને આઇટી ક્ષેત્ર ની જરૂરિયાત અનુરૂપ તૈયાર કરવાના ઉદેશ્ય થી આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓની ટેકનિકલ અને નોન ટેકનિકલ સ્કીલ ડેવલપ કરવા માટે નિષ્ણાતો દ્વારા સેશન લેવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓનું છેલ્લા વર્ષના અભ્યાસ દરમિયાન જ કંપનીમાં પ્લેસમેન્ટ થઈ જાય તે માટે તૈયાર કરવામાં આવ્યા હતા. તદુપરાંત દેશ વિદેશની ખ્યાતનામ યુનિવર્સિટી ઓ માં ઉચ્ચ અભ્યાસ કરી શકે તે દિશામાં પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં 115 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

Advertisement

Advertisement

આ કાર્યક્રમમાં પ્રિન્સિપાલ ડૉ. બી. જે.શાહ અને વિભાગ ના વડા પ્રો.એમ.બી.ચૌધરીએ વિદ્યાર્થીઓ ને પોતાને સ્કીલ ફૂલ અને પ્રોબ્લેમ સોલવર બનવા માટે પ્રેરિત કર્યા હતા. આ કાર્યક્રમ ડિઝાઇન ઇનોવેશન સેન્ટર, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા સ્પોનસર કરવામાં આવ્યો હતો.

Advertisement

સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે આયોજિત સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ જોવા મળ્યો, સાંભળો વિદ્યાર્થીએ શું કહ્યું અને કોલેજ દ્વારા કેમ આયોજન કરાયું

Advertisement

Advertisement

સમાચારના સતત અપડેટ્સ માટે અમને સોશિયલ મીડિયાના ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, કૂ, લિંકઇન્ડ અને યુટ્યુબ પર ફોલો કરો, Mera Gujarat

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!