37 C
Ahmedabad
Wednesday, May 8, 2024

ભરૂચ : ‘સ્પા’ માં દેહ વ્યાપાર પર પોલીસ ના દરોડા, સંચાલક સહિત રૂપ લલનાઓ જેલ ભેગી, મોડાસામાં સંચાલકોના હવાતિયા


ભરૂચ બીગબોસ સ્પામાં ચલવાતો દેહ વેપાર,અપરિચિત ગ્રાહકને મોકલી પોલીસે રેકેટ ઉઘાડું પાડ્યું

Advertisement

નોર્થ ઇસ્ટની 6 યુવતીઓ મળી આવી, સ્પા સંચાલકની ધરપકડ

Advertisement

દેહ વિક્રિયનો વેપલો કરતા સંચલકના મોબાઈલમાંથી ભલભલા પ્રબુદ્ધ નાગરીકોની નમાવલી બહાર આવી શકે છે

Advertisement

A1 ‘સ્પા’ ને ફરીથી શરૂ કરવા માટે સંચાલકોના હવાતિયા… !

Advertisement

બંધ થયેલા A1 સ્પા ને અન્ય સંચાલક દ્વારા શરૂ કરવા માટે મંજૂરી માટે દોડધામ

Advertisement

જૂના સ્પા હજુ બંધ થયા નથી ત્યાં તો બંધ થયેલા સ્પા ને શરૂ કરવા સંચાલકના હવાતિયા !!

Advertisement

સમગ્ર રાજ્યાં સ્પા ના ગેર કાયદે ગોરખધંધા શરૂ થયા છે જેને લઇને ક્યાંક પોલિસ કાર્યવાહી કરી રહી છે તો ક્યાં પોલિસ આળસ ખાઈ રહી છે. ભરૂચ એ ડિવિઝન પોલીસે દહેજ બાયપાસ રોડ ઉપર અભ્યુદય આર્કિડમાં બીગબોસ સ્પાના ઓથા હેઠળ ચાલતા દેહ વેપલાનો પર્દાફાશ કર્યો છે. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના પી.આઈ. એ.કે.ભરવાડને શ્રવણ ચોકડી નજીક આવેલા બિગ બોસ સ્પા માં દેહ વિક્રિયનો વેપલો ચાલતો હોવાની માહિતી મળી હતી. પોલીસે વેપલાનો ઉજાગર કરવા એક ડમી ગ્રાહક ઉભો કર્યો હતો. દહેજ બાયપાસ રોડ ઉપર અભ્યુદય આર્કિડમાં પોલીસે મોકલેલો અપરિચિત વ્યક્તિ ગ્રાહક બનીને ગયો હતો. જેમાં બીગબોસ સ્પામાં ચાલતા દેહ વેપારનો ઘટસ્ફોટ થતા પોલીસે તુરંત અંદર રેડ કરી હતી. દરોડામાં 6 યુવતીઓ મળી આવી હતી. જેને સ્પાનો સંચાલક નંદેલાવ રોડ પર વિશ્વંભર કોમ્પ્લેક્ષમાં રહેતો રાકેશ મનુભાઈ વાળંદ દેહ વેપલો ચલાવતા પકડાઈ ગયો હતો.

Advertisement

પોલીસે બે મોબાઈલ અને કાઉન્ટર પરથી રોકડા મળી રૂપિયા 13500 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી બીગબોસ સ્પા ના સંચાલકની ધરપકડ કરી છે. પોલીસની રેડને લઈ ભરૂચમાં સ્પા ના ઓથા હેઠળ ચલાવતા દેહ વેપારના અન્ય સંચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ઝડપાયેલા સ્પા ના સંચાલકના મોબાઈલ કોન્ટેકટ અને વોટ્સ એપ પરથી ભરૂચના કેટલાક પ્રબુદ્ધ નાગરિકોના નામો પણ બહાર આવી શકે છે તેવી ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે.

Advertisement

તો બીજી બાજુ અરવલ્લી જિલ્લામાં પણ સ્પા ના નામે સંચાલકો ગોરખધંધા ચલાવતા હોવાની માહિતીના આધારે A1 સ્પામાં દરોડા પાડીને 5 લોકોને ઝડપ્યા હતા, હવે તે જ સ્પા ને અન્ય વ્યક્તિ દ્વારા શરૂ કરવા માટે હવાતિયા મારવામાં આવી રહ્યા છે. આ માટે પંચાયતના ચક્કર લગાવતા પંચાયતે અરવલ્લી એસ.ઓ.જી.ની એન.ઓ.સી. લાવવાનું કહેતા સંચાલકે એસ.ઓ.જી.નો સંપર્ક વધાર્યો હોવાનું આધારભૂત સુત્રો પાસેથી માહિતી મળી રહી છે. ત્યારે સવાલ એ થાય છે કે, જે હજુ બીજ સ્પા બંંધ થયા નથી ત્યાં તો પોલિસા દરોડા પછી બંધ થયેલા સ્પાને શરૂ કરવા સંચાલકોએ હવાતિયા શરૂ કર્યા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!