34 C
Ahmedabad
Friday, May 17, 2024

અમદાવાદ : મોલ્સ, રેસ્ટોરન્ટ સહીતના જાહેર સ્‍થળોએ સીક્યુરીટી ગાર્ડ અને C.C.T.V કેમેરા નહીં હોય તો આ કલમ હેઠળ થશે સજા


સીસીટીવી કેમરાને લઈને આ વખતે જ બજેટ પસાર કરવામાં આવ્યું છે, જેમાં સોસાયટી સહીતની જગ્યાઓ પર ફરજીયાત સીસીટીવી લગાવવામાં આવે તે પ્રકારે બિલમાં જોગવાઈ કરાઈ છે. ગુના પર સકંજો કસવા માટે તેમજ ગુનેગારો સુધી ઝડપી પહોંચવા માટે સીસીટીવી કેમેરાની મદદ જરૂરી છે.

Advertisement

અમદાવાદ જિલ્‍લાની ગ્રામ્‍ય વિસ્‍તારની હદમાં આવેલ સમગ્ર વિસ્તારમાં સમગ્ર મહેસૂલી વિસ્તારમાં જાહેર સ્‍થળોમાં સીક્યુરીટી ગાર્ડ અને C.C.TV કેમેરા કાર્યરત કરવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પરિમલ બી પંડ્યાએ આદેશ કર્યો છે.

Advertisement

શોપિંગ મોલ્‍સ, કોમર્શિયલ સેન્‍ટર, રેસ્‍ટોરન્‍ટ, ગેસ્‍ટ હાઉસ, લોજીંગ, બોર્ડીંગ, ધર્મશાળા, અતિથિગૃહ, વિશ્રામ ગૃહ, પેટ્રોલ પંપ, ટોલ પ્‍લાઝા, બહુમાળી બિલ્‍ડીંગ, પાવર હાઉસ તથા વધારે ભીડભાડવાળા વિસ્તારોમાં વગેરે જાહેર સ્‍થળોએ સીક્યુરીટી ગાર્ડ રાખવા તેમજ નિયત રજીસ્‍ટરો નિભાવવા આદેશ કર્યો છે. તમામ સ્‍થળોએ C.C.T.V રેકોર્ડિંગ ચોવીસે કલાક કાર્યરત રાખવા તેમજ તેની જાળવણી પંદર દિવસ સુધી કરવી.

Advertisement

તા. 08-04-022 થી તા. 06-06-2022 સુધી અમલી આ જાહેરનામાનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ 188 મુજબ શિક્ષાપાત્ર થશે એમ જાહેરનામામાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ તરફથી જાહેરનામુ બહાર પાડીને જણાવ્‍યું છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!