31 C
Ahmedabad
Thursday, May 16, 2024

ચાર્લ્સ શોભરાજને ટક્કર મારે તેવી ગેંગ ‘આરપાર દેખાતા ચશ્માં’ ના નામે છેતરપિંડી : સાબરકાંઠા LCBએ અન્ય કોઈને શિકાર બનાવે તે પહેલા દબોચી


લોભીયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે આ કહેવત ને સાચી ઠેરવતી અનેક ગેંગ ગુજરાતમાં સક્રિય છે લોકોને એકના ડબલ રૂપિયા, રૂપિયાનો વરસાદ, સુનહરી પથ્થર,પારસ મણિ, આરપાર દેખાય તેવા ચશ્માં સહીત અનેક લોભામણી લાલચ આપી માયાજળમાં ફસાવતી ટોળકી અનેક લોકો પાસેથી રૂપિયા ખંખેરી હથેળીમાં ચાંદ બતાવી રફુચક્કર થઇ જતા ભોગ બનનારને કોઠીમાં મોઢું સંતાડી રોવાનો વારો આવતો હોય છે.

Advertisement

સાબરકાંઠા જીલ્લા પોલીસવડા વિશાલ વાઘેલાના માર્ગદર્શન હેઠળ જીલ્લા એલસીબી પોલીસે લોકોને ચાર્લ્સ શોભરાજ કે પછી મિસ્ટર નટવરલાલ બની છેતરતી ગેંગને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરતા લોકો સાથે ઠગાઈ કરતી ગેંગને ધાણધા પાટિયા પાસેથી એસેન્ટ કારમાંથી નકલી અજાયબ ચશ્માં સાથે દબોચી લીધી હતી એલસીબી પોલીસની સતર્કતાથી વધુ કોઈ આ ઠગ ગેંગનો ભોગ બનતા બચી ગયું હતું પોલીસે બે ઇડર, એક બડોલી અને બે અન્ય રાજ્યના સાગરીતોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા

Advertisement

Advertisement

સાબરકાંઠા એલસીબી પોલીસને લોકોને અજાયબ ચશ્માં અને રૂપિયાનો વરસાદના નામે વિશ્વાસમાં લઇ લાખ્ખો રૂપિયા ખંખેરતી ગેંગ એસેન્ટ કારમાં હિંમતનગર ધાણધા પાટિયા પાસે કોઈ વ્યક્તિને તેમના શિકારમાં ફસાવી મળવા માટે આવી રહી હોવાની બાતમી મળતા પોલીસ ધાણધા પાટીય નજીક વોચમાં ગોઠવાઈ હતી બાતમી આધારીત એસેન્ટ કાર આવતા અટકાવી 5 શખ્સોની આગવી ઢબે પૂછપરછ કરવાની સાથે કારમાં તલાસી લેતા કારમાંથી ગોલ્ડન કલરની ફ્રેમ વાળા નકલી ચશ્માં અને દોઢ લાખ રૂપિયા મળી આવતા ૫ આરોપીને દબોચી લઇ ઇડર અને હિંમતનગરમાં અજાયબ ચશ્માંના નામે થયેલ છેતરપિંડીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો એલસીબી પોલીસે 2.70 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓના રિમાન્ડ માટે તજવીજ હાથધરી હતી

Advertisement

Advertisement

ઠગ ટોળકીની મોડ્સ ઓપરેન્ડીસ વાંચો કઈ રીતે અજાયબ ચશ્માંના નામે લોકોને ઉલ્લુ બનાવતા હતા. સાબરકાંઠા એલસીબી પોલીસે ઝડપેલ ગેંગ તેની પાસે અજાયબ ચશ્માં છે આ ચશ્માંથી આરપાર દેખાતું હોવાનું અને આ ચશ્માં ઈરેડીયમ ધાતુમાંથી બનેલ છે આ ચશ્માંનો ઉપયોગ સાયન્ટીફીક રિસર્ચમાં થતો હોવાથી વિદેશ અને ભારતમાં ખુબ ડિમાન્ડ હોવાનું જણાવી લાખ્ખો રૂપિયા આ ચશ્માં વેચવાથી મળશે તેવું ભોગ બનનારને સમજાવી લલચાવી તેમની જાળમાં ફસાવી રૂપિયા ખંખેરતા હતા

Advertisement

મિસ્ટર નટવરલાલ કોણ કોણ વાંચો

Advertisement
  1. સલીમ સત્તાર મન્સૂરી (રહે,અમનપાર્ક સોસાયટી-ઇડર)
  2. સિકંદરમિયા સયદુમિયાં મકરાણી (રહે,પાંચ હાટડીયા-ઇડર)
  3. રફીક હસન મન્સૂરી (રહે, બડોલી-ઇડર)
  4. નટવરસિંહ મોંગુસિંહ સોલંકી (રહે,ગાયત્રી કોલોની-ધાર, MP)
  5. નિદ્યરાજ ધનરાજ મીણા (રહે,સારોલી વિકાસનગર-ખેરવાડા, રાજ)

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!