33 C
Ahmedabad
Thursday, May 2, 2024

PM Modi in J&K : પીએમ મોદી જમ્મુ પહોંચ્યા, રેલીથી 12 કિ.મી. દૂર વિસ્ફોટ


જમ્મુ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જમ્મુ ની મુલારાકે પહોંચ્યા છે. PM મોદી રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે દેશભરની પંચાયતોના પ્રતિનિધિઓને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરશે. તેઓ પરગણામાં રેલીને સંબોધવા માટે જમ્મુ પહોંચ્યા છે. પરગણાની રેલીમાં પીએમને સાંભળવા માટે મોટી ભીડ એકઠી થઈ છે. બીજી તરફ સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ સતર્ક છે.

Advertisement

જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા અને કેન્દ્રીય મંત્રી ડૉ જીતેન્દ્ર સિંહ પીએમ મોદીની રેલી માટે સ્થળ પર પહોંચ્યા છે. આ સિવાય જમ્મુ એરપોર્ટ પર ભાજપના નેતાઓએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું.

Advertisement

Advertisement

જમ્મુ-કાશ્મીરમાં પીએમ મોદીની રેલી સ્થળથી 12 કિમી દૂર બ્લાસ્ટની જાણકારી મળી..!!

Advertisement

રવિવારે જમ્મુ-કાશ્મીરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીના સ્થળથી 12 કિમી દૂર એક મેદાનમાં વિસ્ફોટ થયો હોવાનું જાણવા મળ્યું છે. આ બ્લાસ્ટ જમ્મુ જિલ્લાના લલિયાના ગામમાં થયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વિસ્ફોટના પ્રકાર અંગે તપાસ શરૂ કરી હતી.

Advertisement

પોલીસે કહ્યું, ‘તેનો આતંકવાદ સાથે કોઈ સંબંધ હોય તેવું લાગતું નથી. વિગતો મેળવવામાં આવી રહી છે.’ પીટીઆઈ દ્વારા એક વરિષ્ઠ પોલીસ અધિકારીના હવાલાથી કહેવામાં આવ્યું હતું કે, “અમને શંકા છે કે તે ઉલ્કા હોઈ શકે છે… તે વીજળી હોઈ શકે છે.”

Advertisement

Advertisement

જણાવી દઈએ કે PM મોદી રવિવારે જમ્મુ-કાશ્મીરમાં 20,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેમાં બનિહાલ-કાઝીગુંડ રોડ ટનલ, દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવે અને રાતલે અને ક્વાર હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!