ડિજિટલ યુગમાં ઓનલાઇન ખરીદીની ડિમાન્ડમાં નોંધપાત્ર વધારો થયો છે ઓનલાઈન ખરીદીમાં કપડાં સહિત ઇલેક્ટ્રીક ગેજેટ્સ અને અન્ય ચીજવસ્તુઓમાં અનેક વેરાયટી સાથ સ્થાનિક બજાર કરતા સસ્તી મળી રહેતા ઓનલાઈન ખરીદીનો ટ્રેન્ડ વધી રહ્યો છે સાબરકાંઠા જીલ્લાના વડાલી તાલુકાના વેડા ગામમાં રહેતા વણઝારા પરીવાર માટે ઓનલાઈન ખરીદી પ્રાણઘાતક બની હતી વેડા ગામના વણઝારા પરિવારે ઓનલાઈન ઇલેક્ટ્રિક પ્રોડક્ટ્સ મંગાવી હતી પ્રોડક્ટ્સનું પાર્સલ ખોલતાની સાથે ધડકાભેર બ્લાસ્ટ થતાં પિતા-પુત્રીનું કમકમાટી ભર્યો મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે લોકોના શરીરે ગંભીર ઈજાઓ પહોચતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ઓનલાઈન પાર્સલમાં ધડકાભેર બ્લાસ્ટ થતાં પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા
પ્રાપ્ત માહિતી અનુસાર, વડાલી તાલુકાના વેડા ગામના વણઝારા ફળિયામાં રહેતા જીતેન્દ્રભાઈ વણઝારાએ ઇલેક્ટ્રિક પ્રોડક્ટ્સનું પાર્સલ મંગાવ્યું હતું પાર્સલની ડિલેવરી કુરિયર બોય કરીને ગયાં બાદ જીતુભાઈ વણજારા તેમના પરિવારજનોએ ઉત્સાહ પૂર્વક પાર્સલ ખોલતાની સાથે જોરદાર બ્લાસ્ટ થતાં જીતુભાઈ વણઝારાના શરીરના ફુરચા ઉડી જતા સ્થળ પર મોત નીપજ્યું હતું તેમની દીકરી ભૂમિકાબેન, છાયાબેન અને પરિવારની શિલ્પા વણઝારાના શરીરે ગંભીર ઈજાઓ થતાં બ્લાસ્ટના પગલે દોડી આવેલા લોકોએ ત્રણે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાતા સારવાર દરમિયાન ભૂમિકાબેન વણઝારાનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે દીકરીઓની સ્થિતિ સ્થિર હોવાની પ્રાપ્ત થઈ હતી ઓનલાઈન પ્રોડક્ટ્સમાં બ્લાસ્ટ થતાં વણઝારા પરિવાર સહિત સમગ્ર ગામમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે ઓનલાઈન પ્રોડક્ટ્સ વણઝારા પરિવાર માટે યમદૂત બની હતી લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા બ્લાસ્ટમાં પિતા- પુત્રીનું મોત નિપજતા સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી છવાઈ હતી