42 C
Ahmedabad
Saturday, May 18, 2024

નાની-નાની વાતમાં છટકે છે મગજ? ગુસ્સા પર નથી રહેતો કંટ્રોલ? તો ફોલો કરો આ ટિપ્સ


ઘણાં લોકોનો સ્વભાવ એવો હોય છે કે જેઓ વારંવાર વાતવાતમાં ગુસ્સે થઇ જતા હોય છે. કોઇ પણ નાની વાત હોય તો પણ તેઓ ગુસ્સે થઇ જતા હોય છે અને વાત આખી બગાડીને મુકી દેતા હોય છે. જો કે આ ગુસ્સો ઘણી વાર તમારા માટે ખરાબ પરિણામ લાવીને મુકી દે છે. આ માટે ગુસ્સાને કંટ્રોલ કરવો ખૂબ જ જરૂરી છે. આમ, જો તમને પણ વાતવાતમાં ગુસ્સો આવે છે તો તમારા માટે આ ટિપ્સ ખૂબ કામની છે. આ ટિપ્સ તમે ફોલો કરશો તો ગુસ્સાને કંટ્રોલ કરી શકશો અને તમારા સંબંધો કોઇની સાથે બગડશે પણ નહિં.

Advertisement
  • ગુસ્સાને કંટ્રોલ કરવા માટે તમે રોજ સવારમાં ઉઠીને ફ્રેશ થઇને પ્રાણાયામ કરો. પ્રાણાયામ કરવાથી મગજ શાંત રહે છે. આ સાથે જ તમારા શરીરમાં રહેલી નાની-મોટી તકલીફો પણ દૂર થાય છે. પ્રાણાયમમાં એટલી તાકાત છે કે એ તમારા ગુસ્સાને કંટ્રોલમાં કરે છે.
  • રોજ સવારમાં આઠથી દસ સૂર્ય નમસ્કાર કરો. જો તમે રોજ સૂર્ય નમસ્કાર કરો છો તો તમારી અનેક તકલીફો દૂર થવા લાગે છે. સૂર્ય નમસ્કારમાં અલગ-અલગ આઠ જાતની કસરત થાય છે જે તમારા ગુસ્સાને લાંબા સમયે કંટ્રોલ કરવાનું કામ કરે છે.
  • તમને વાતવાતમાં ગુસ્સો આવવા લાગે છે તો તમે ઉંડા શ્વાસ લેવાનું શરૂ કરી દો. જ્યારે તમને ગુસ્સો આવે ત્યારે તમે ઉંડા શ્વાસ લો અને પાંચ મિનિટ માટે મૌન થઇ જાવો. આમ કરવાથી તમારો ગુસ્સો શાંત થઇ જશે.
  • સંગીત સાંભળવાની આદત પાડો. તમારા ગુસ્સાને શાંત કરવા માટે સંગીત સૌથી બેસ્ટ છે.
  • જ્યારે તમને ગુસ્સો આવે ત્યારે તમે 1 થી 100 સુધી ગણવાનું શરૂ કરી દો. જો તમે એકથી સો સુધી ગણવા લાગશો તો તમારો ગુસ્સો શાંત પડી જશે અને તમે રિલેક્સ ફિલ કરશો.

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!