42 C
Ahmedabad
Friday, May 17, 2024

કોંગ્રેસથી નારાજ ધારાસભ્ય અશ્વિન કોટવાલ આપશે રાજીનામું, ભાજપમાં જોડાઇ શકે છે..!


સાબરકાંઠા જિલ્લાની ખેડબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ પક્ષથી છેલ્લા કેટલાક સમયથી નારાજ ચાલી રહ્યા છે. અશ્વિન કોટવાલ કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે અને ભાજપમાં જોડાઇ શકે છે. બેથી ચાર દિવસમાં અશ્વિન કોટવાલ રાજીનામું આપી શકે છે. કોંગ્રેસને વિધાનસભા ચૂંટણી પહેલા મોટો ફટકો પડી શકે છે.

Advertisement

કોંગ્રેસમાંથી કેટલાક લોકો નારાજ

Advertisement

છેલ્લા ઘણા સમયથી તેઓ ગૃહમાં પણ ગેરહાજર હતા. વિધાનસભામાં વિપક્ષના નેતા ના બનાવવામાં આવ્યા હોવાથી નારાજ હોવાની ચર્ચા પણ હતી. અશ્વિન કોટવાલ પ્રદેશ હાઇકમાન્ડ સામે કેટલીક વખત પોતાની નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે. અશ્વિન કોટવાલે જનસંપર્ક શરૂ કર્યો છે. આગામી અઠવાડિયામાં અશ્વિન કોટવાલ પોતાનો નિર્ણય જાહેર કરશે.

Advertisement

Advertisement

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા એક પછી એક નેતા કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે. સૌથી પહેલા સૌરાષ્ટ્રના કદાવર નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. તે પછી ગઇકાલે જ કૈલાશ ગઢવી પણ કોંગ્રેસનો સાથ છોડીને આપમાં જોડાયા હતા.

Advertisement

કોણ છે અશ્વિન કોટવાલ?

Advertisement

અશ્વિન કોટવાલ સાબરકાંઠા જિલ્લાની ખેડબ્રહ્મા વિધાનસભાના વર્ષ 2007, 2012 અને 2017ની વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવીને ધારાસભ્ય બન્યા છે. આ સિવાય તે વિજયનગર તાલુકા પંચાયતના અધ્યક્ષ પણ છે.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!