29 C
Ahmedabad
Tuesday, May 7, 2024

અમરેલી જીલ્લા ભાજપ સાંસદ નારણ કાછડિયાએ પોતાનો જન્મ દિવસ વલ્મીકી સમાજના લોકો વચ્ચે ઉજવ્યો


અમરેલીના લોકપ્રિય સાંસદ નારણ કાછડિયાએ આજે પોતાનો 67મો જન્મ દિવસ કાર્યકરો અને સામાન્યજન સાથે સાદગીપુર્ણ રીતે ઉજવ્યો. સાંસદ કાછડિયાએ સાવરકુંડલાના અમરેલી રોડ પર આવેલા વાલ્મિકી સમાજની નાના બાળાઓ અને વૃધ્ધ મહિલાઓ વચ્ચે કેક કાપી પોતાનો જન્મ દિવસ ઉજવ્યો હતો. આ ઉપરાંત ગરીબ મહિલાઓને સાડી વિતરણ, દર્દીઓને ફ્રુટ વિતરણ વગેરે પણ કરવામાં આવ્યુ હતુ.

Advertisement

Advertisement

એક બાજુ આજે સમગ્ર જીલ્લાના તાલુકા મથકે કોંગ્રેસના દલિત ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની ધરપકડના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર પાઠવી વિરોધ વ્યક્ત થઈ રહ્યો  છે ત્યારે સાંસદે વાલ્મિકી સમાજ સાથે પોતાનો જન્મ દિવસ ઉજવી જાણે કે ભાજપે પણ ડેમેજ કન્ટ્રોલ કર્યુ હોય તેવુ કોંગ્રેસીઓને લાગી રહ્યું છે.

Advertisement

Advertisement

નારણ કાછડિયા અગાઉ પણ પોતાની મોટા ભાગની ગ્રાંટ દલિત અને વાલ્મીકી સમાજમાં આપતા રહ્યાં છે. સાંસદ કાછડિયાએ આજે સ્વ. મુક્તાબહેન કાછડિયાના સ્મર્ણાર્થે યુવા ક્રિકેટરોને ક્રિકેટ ટીશર્ટ પણ ભેટ આપ્યા હતા. વાલ્મિકી સમાજની ક્રિકેટ ટીમના યુવા પ્લેયરને ક્રિકેટ ટીશર્ટ આપી પ્રોત્સાહન આપ્યુ હતુ. સમગ્ર કાર્યક્રમનુ આયોજન જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરિયા અને સાવરકુંડલા ભાજપ સંગઠન દ્વારા કરવામાં આવ્યુ હતુ.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!