42 C
Ahmedabad
Saturday, May 18, 2024

અલ્પેશ ઠાકોરનો હુંકાર : ‘ગુજરાતની ગાદી કોઈના બાપની જાગીર નથી’ , સ્નેહ સંદેશ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા..!! પ્રેશર પોલિટિક્સની ચર્ચા


ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સમગ્ર ગુજરાતમાં કાઢવામાં આવેલી સ્નેહ સંવાદ યાત્રા લઇ અલ્પેશ ઠાકોર આજે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ગામોમાં પહોંચ્યા હતા જ્યા લોકોએ અલ્પેશ ઠાકોરનું સ્વાગત કર્યું હતું .ત્યારે અલ્પેશ ઠાકોરે યાત્રામાં સમાજના લોકોને વ્યસન થી દૂર રહેવા જણાવ્યું હતું .વિધાનસભાની ચૂંટણીઓના ભણકારા વાગી રહ્યા છે ત્યારે દરેક સમાજ સક્રિય થયા છે સંમેલનો યોજી ટિકિટ માટે દાવેદાર હોવાની રાજકીય પક્ષોને સંદેશ આપી રહ્યા છે ત્યારે અલ્પેશ ઠાકોરની સ્નેહ સંદેશ યાત્રા ભાજપ પર પ્રેશર પોલિટિક્સ અપનાવવા યોજી હોવાનું રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે.

Advertisement

Advertisement

આગામી વિધાનસભાની આવનાર ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષોએ મતદારોને રીઝવવાના પ્રયાસો અત્યારથીજ તેજ કર્યા છે ત્યારે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા પણ હાલ સમગ્ર રાજ્યમાં સ્નેહ સંવાદ યાત્રા કાઢવામાં આવી છે આ યાત્રા લઇ ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ અલ્પેશ ઠાકોર આજે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના છાપરીયા ગામે પહોંચ્યા હતા જ્યા તેઓનું ગ્રામજનો દ્વારા સ્વાગત કરાયું હતું,

Advertisement

Advertisement

આ યાત્રા અંતર્ગત બોલતા અલ્પેશ ઠાકોરની નારાજગી જોવા મળી હતી આ કાર્યક્રમમાં બોલતા તેમને જણાવ્યું હતું કે ‘ગુજરાતની ગાદી કોઈના બાપની જાગીર નથી’ જ્યારે હાર્દિક મામલે જણાવ્યું હતું કે ‘હાર્દિકની નારાજગીએ એમનો આંતરિક મામલો છે ‘અહીં અલ્પેશને લાલચુ,મહત્વાકાંક્ષી ખોટો સાબિત કરવાનો પ્રયત્ન થયો છે ‘મારી પણ અવગણના થઇ ત્યારે કોઈએ કેમ ન પૂછ્યું’ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણી લડવા અંગે પણ નિવેદન આપતા જણાવ્યું હતું કે ‘ટિકિટ અંગે પાર્ટી નક્કી કરશે’ પણ રાજનીતિ દમખમથી કરીશું નરેશ પટેલ મામલે જણાવ્યું કે નરેશભાઈ મારા મિત્ર છે તેમનું રાજનીતિમાં સ્વાગત છે’.

Advertisement

સંભાળો અલ્પેશ ઠાકોર શું કહ્યું

Advertisement

Advertisement

આ સંવાદ યાત્રામાં અલ્પેશ ઠાકોર સાથે પાસ કન્વીનર વરુણ પટેલ પણ જોડાયા હતા તેઓએ આ યાત્રામાં હાર્દિક પટેલ અને નરેશ પટેલ મામલે બોલતા જણાવ્યું હતું કે હાર્દિક પટેલનું ભાજપમાં સ્વાગત કરું છું જ્યારે નરેશભાઈ પટેલનું રાજનીતિમાં સ્વાગત છે’ નરેશભાઈ કિનારા ઉપર રહી બોલવા કરતા એકવાર રાજનીતિના દરિયામાં નાવા પડે ડૂબકી મારે આ કાર્યક્રમમાં બાયડના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ જાલા, અરવલ્લી જિલ્લા ઠાકોર સેના પ્રમુખ સંજયજી ઠાકોર સહીત મોટી સંખ્યમાં કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!