32 C
Ahmedabad
Monday, May 13, 2024

અરવલ્લી : મેઘરજ મામલતદાર કચેરી રોડ પર સોલાર વીજ પોલ શોભાના ગાંઠિયા સમાન.. અધિકારીઓની અવર-જવર છતાં દેખાતા નથી..!!


અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં લોકોને હાલાકીઓ પડી રહી છે, જેમાં પાણી અને રોડની સમસ્યા મુખ્ય છે. મેઘરજ નગરમાં જ કંઇક આવી સ્થિતિ સામે આવી છે. થોડા દિવસો પહેલા મામલતદાર કચેરી રોડ પર સોલાર લાઈટ્સના પોલ લગાવવામાં આવ્યા હતા, જો કે ગણતરીના દિવસોમાં જ સોલાર વીજ પોલના દશા દુર્દશામાં ફેરવાઈ ગઇ. મજાની વાત એ છે કે, ઉચ્ચ અધિકારીઓનો મુખ્ય માર્ગ આ જ છે, પણ અધિકારીઓને આવી વસ્તુ જોવાતી નથી તેઓ પ્રાથમિક સુવિધામાં વીજળી માનતા જ નથી.

Advertisement

Advertisement

લોકોની સુખાકારી અને કોઇ અગવડ ન પડે તે માટે સોલાર વીજ પોલ લગાવાયા હતા જો કે થોડા સમયમાં જ બેટરી ગાયબ થઇ ગઇ અને હવે વીજ પોલિસ શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. એટલુ જ નહીં હલકી ગુણવત્તા અને યોગ્ય ફાઉન્ડેશન ન હોવાથી પોલ પણ નમી ગયા છે જેથી કોઇપણ સમયે દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તે સવાલ છે. નજીકમાં જ  પોલીસ લાઇન, મામલતદાર કચેરી, સિવિલ કોર્ટ જેવી ઉચ્ચ કચેરીઓ આવેલી છે. આ સાથે જ નજીકમાં સરકારી દવાખાનું પણ છે જ્યાં રાત્રેના સુમારે ઇમરજન્સી કેસ આવતા હોય છે, તેવા માં આ રોડ પર સદંતર અંધાર પટ જોવા મળે છે. તાલુકાના વડાની પણ આ જવાબદારી બને છે કે, યોગ્ય કાર્યવાહી કરાય છે, પણ કેમ નથી થતું તે એક સવાલ છે.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!