36 C
Ahmedabad
Sunday, April 28, 2024

Impact : મેરા ગુજરાતના અહેવાલની અસર, મોડાસાના ખડોદામાં જોખમી વીજ ડીપી ફરતે ફેન્સિંગ લગાવાઈ, મેરા ગુજરાતને જાણ કરતું UGVCL


અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ખડોદા ગામે ખુલ્લી વીજ ડીપી ની ફરતે ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા ફેન્સિંગ લગાવી દીધી છે. કોઇપણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તે માટે તાત્કાલિક ધોરણે યુજીવીસીએલ દ્વારા આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ અંગે મેરા ગુજરાતમાં અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અને ડીપીની ફરતે બાળકો રમતા નજરે પડ્યા હતા. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, અનેકવાર રજૂઆત કરવા છતાં વીજ તંત્રએ તેમની વાત ધ્યાને નહોતી લીધી, ત્યારે મેરા ગુજરાતમાં અહેવાલ પ્રસિદ્ધ થતાં વીજ કંપની દ્વારા તાત્કાલિક લોકોની ચિંતા કરી તાત્કાલિક વીજ ડીપી ની ફરતે ફેન્સિંગ લગાવી સરાહનીય કામગીરી કરી છે.

Advertisement

પહેલાની સ્થિતી…

Advertisement

Advertisement

યુજીવીસીએલએ મેરા ગુજરાતને જાણ કરતા એક ફોટો શેર કર્યો અને વીજ ડીપીની ફરતે ફેન્સિંગ લગાવી હોવાનું જણાવતા ગ્રામજનોની રજૂઆત ધ્યાને લેવાતા હાશકારો અનુભવ્યો છે. ઉત્તર ગુજરાત વીજ કંપની લી.એ જણાવ્યું કે, આપની રજૂઆતના સંદર્ભમાં ડી.પી. ની આજુબાજુ તારની ફેન્સિંગ તાત્કાલિક કરાવી આપની સમસ્યાનું હકારાત્મક નિરાકરણ કરેલ છે. મેરા ગુજરાત લોકહિતમાં કાર્યરત છે ત્યારે ગ્રામજનોની વાચા મેરા ગુજરાત બન્યું છે.

Advertisement

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!