33 C
Ahmedabad
Wednesday, May 15, 2024

ચોરની ભારે હિંમત : અરવલ્લી-સાબરકાંઠા ધાડ પાડી ચોરીના ઘરેણાં વેચવા જતાં LCBએ દબોચ્યો, 2.48 લાખનો મુદ્દામાલ જપ્ત


અરવલ્લી જીલ્લામાં ઘરફોડ ચોરી અને તસ્કરોનો તળખળાટ પોલીસ માટે માથાનો દુખાવો બની રહ્યો છે. જીલ્લા પોલીસતંત્ર ઘરફોડ ચોરી અટકાવવા મથામણ કરી રહી છે. જીલ્લા એલસીબી પોલીસે ભિલોડા નજીકથી અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં ઘરફોડ ચોરીનાં ગુન્હાનને અંજામ આપતી ગેંગના સાગરીતને ચોરી કરેલ સોના-ચાંદીના દાગીના સાથે દબોચી લઈ બુઢેલી ગામે થયેલ ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખી 2.48 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ઘરફોડ ચોરી કરતી ગેંગના સાગરીતોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ઘરફોડ ચોર દશરથ ડામોર ચોરીનો મુદ્દામાલ કયા સોનીને વેચવા નીકળ્યો હતો તે અંગે પોલીસે આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી હતી.

Advertisement

Advertisement

અરવલ્લી જીલ્લા SP સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ એલસીબી PI સી.પી.વાઘેલા અને તેમની ટીમે ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવા ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વલન્સ બાતમીદારો સક્રિય કરતા બુઢેલી ગામે બંધ મકાનમાં ઘરફોડ ચોરી કરનાર ગેંગનો રાજસ્થાની સાગરીત દશરથ ભેરા ડામોર ચોરી કરેલ સોના-ચાંદીના દાગીના બાઈક પર ટાકાટૂંકા બાજુથી ભિલોડા તરફ આવતો હોવાની બાતમી મળતા એલસીબી પોલીસે વોચ ગોઠવી બાતમી આધારીત બાઈક આવતાં કોર્ડન કરી અટકાવી દશરથ ડામોરને દબોચી લઈ અંગજડતી લેતા તેના પાસેથી ચોરી કરેલ સોના-ચાંદીના દાગીના મળી આવતા પોલીસે સોના-ચાંદીના દાગીના બાઈક અને મોબાઈલ મળી 2.48 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બુઢેલી ગામે થયેલ ઘરફોડ ચોરી સહીત ભિલોડા પંથકમાં ૯ ગુન્હાનો ભેદ ઉકેલી નાખી ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ 5 આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Advertisement

Advertisement

કોણ કોણ છે આરોપી વાંચો..!! ભિલોડા,ધોલવણી અને ભૂતાવળના તેમજ રાજસ્થાની બે શખ્સોની ગેંગ

Advertisement

પકડાયેલ આરોપી
1) દશરથ ભેરા ડામોર (રહે,ખડકાયા, ખેરવાડા-રાજસ્થાન)

Advertisement

વોન્ટેડ આરોપી
1)સંજય ઉર્ફે લાલો રવિશંકર ડામોર (રહે,ડબાસા, ખેરવાડા-રાજસ્થાન)
2)અર્પિત ઉર્ફે બાવો બંસી ગડસા (રહે,ધંધાસણ, હાલ રહે, ભિલોડા)
3)ગણેશ ઉર્ફે ગની નારાયણ પટેલ (ધોલવણી-ભિલોડા)
4)ઈશ્વર ઉર્ફે લાલો નવજી પાંડોર (ભુતાવળ-ભિલોડા)
5)ઘરફોડ ચોરીમાં ઉપયોગમાં લીધેલ ઇકોનો કાર ચાલક

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!