32 C
Ahmedabad
Sunday, April 28, 2024

महंगाई डायन खाए जात है : રાજકોટના ધોરાજીમાં લીંબુ બાદ હવે લગ્નમાં ગેસ સિલિન્ડર અને તેલનો ડબ્બો આપી મોંઘવારી સામે જંગ…!!


રાજકોટ જીલ્લા ના ધોરાજી મા મકવાણા પરીવાર મા લગ્ન પ્રસંગે સગા સંબંધીઓ અનોખી ભેટ આપી વધતી જતી મોંઘવારી મુદ્દે પહોંચી વળવા માટે ગેસ નો સિલિન્ડર તથા તેલ નો ડબ્બો ગીફ્ટમાં અપાયો

Advertisement

ગુજરાત મા દિન પ્રતિદિન મોંઘવારી એ માઝા મુકી છે, જેને લઇને સામાન્ય વર્ગના લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે. ગેસ સિલિન્ડર મા તોતીંગ ભાવ વધારો, ખાદ્ય પદાર્થ એટલે કે તેલ ના ડબ્બાના ભાવ આસમાને પહોંચી ગયા છે, જેને લઇને ગરીબ તેમજ મધ્યમ પરીવાર ની કમર તુટી ગયેલ છે. મોંઘવારી વચ્ચે લગ્ન પ્રસંગોમાં હવે ગિફ્ટ આપવાની રીત પણ બદલાઈ છે, પહેલા લીંબુ અપાતા હતા અને હવે તેલના ડબ્બા અને ગેસ સિલિન્ડર આપીને લગ્ન પ્રસંગની ઉજવણી થતી નજરે પડે છે.

Advertisement

Advertisement

ધોરાજીમાં રહેતા એવા મકવાણા પરિવારમાં લગ્નનો અવસરમાં આવેલા મહેમાનોએ ગેસ સિલિન્ડર અને તેલના ડબ્બા ભેટ આપ્યા હચા. મકવાણા પરીવાર ના સંબંધી એ અનોખી ભેટ સોગાદ આપી સરકાર સુધી આ વાત પહોંચાડવા ના પ્રયાસ રૂપી એક અનોખી અપલી કરી હતી. દિકરા ના લગ્ન નિમિતે અનોખી ભેટ એટલે ગેસ સિલિન્ડર તથા તેલ નો ડબ્બો ગીફ્ટ મા આપવામા આવેલ હતો.

Advertisement

Advertisement

ગેસની બોટલને ફુલહાર કરીને ગિફ્ટ આપ્યો

Advertisement

મોંઘવારી એટલી હદે છે કે, લોકો ખુશીના પ્રસંગોમાં પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે અને અનોખી રીતે વિરોધ કરતા નજરે પડી રહ્યા છે. લગ્ન પ્રસંગોમાં પહેલા લીંબુ અપાતા હતા, હવે ગેસની બોટલ અને તેલના ડબ્બા આપીને મોંઘવારીનો વિરોધ ઠેર ઠેર થતો જોવા મળે છે. સામાન્ય રીતે ચાંદલાની પ્રથા છે, પણ ચાંદલો કરવા કરતા મહેમાનો તેલનો ડબ્બો આપે છે જેથી મોંઘવારીનો રોષ પણ ઠલવાય અને લગ્ન પ્રસંગની વસ્તુ પણ ગિફ્ટ આપી શકાય. મહેમાનો તૈયાર થઇને ગેસની બોટલ અને તેલનો ડબ્બો લઇને પહોંચતા લોકોમાં પણ કુતૂહલ સર્જાયું હતું.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!