34 C
Ahmedabad
Friday, May 10, 2024

Heat Wave : એપ્રિલ મહિનામાં ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા, અમદાવાદમાં પારો 44 ડીગ્રીને પાર


ગરમીએ અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ વર્ષની બરાબર કરી છે. એપ્રિલ મહિનામાં છેલ્લા ત્રણ વર્ષ પહેલા આ સમય દરમિયાન ગરમી 44.4 ડીગ્રી હતી જ્યારે ગઈ કાલે આ પારો 44.2 ડીગ્રી નોંધાયો હતો. આ સિઝનમાં ગરમીએ નવા રેકોર્ડ બનાવ્યા છે. માર્ચ મહિનનામાં જ વર્ષોનો રેકોર્ડ ગરમીએ તોડ્યો હતો ત્યારે ફરી ગરમી વધી છે.
મંગળવારથી આગ ઓકતી ગરમી 44 ડીગ્રી સુધી ગરમી પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી જ હતી ત્યારે આ ગરમીએ તેનું રૂપ બતાવ્યું છે. આગામી સમયમાં મે મહિનામાં વધુ ગરમી પડી શકે છે. ખાસ કરીને એન્ટી સાયક્લોનિક સરકયુલેશનથી ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે.

Advertisement

છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલી કાળઝાળ ગરમીથી લોકો પરેશાન થઈ રહ્યા છે. અત્યાર સુધી અમદાવાદમાં 42થી 43 ડીગ્રી વચ્ચે ગરમી પડી હતી. પરંતુ 44 ડીગ્રી પડવાની શરુઆત આ સિઝનમાં હવેથી થઈ ચુકી છે. અમદાવાદમાં મંગળવારથી 4 દિવસમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. જેથી વધુ સેકાવાનો વારો ગરમીમાં આવી શકે છે. અમદાવાદમાં 4 દિવસ માટે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.
ત્રણ દિવસ પહેલા હવામાન વિભાગમાં આવેલા બદલાવ અને માવઠાના કારણે ગરમીમાં થોડી રાહત અનુભવાઈ હતી પરંતુ ફરીથી શહેરીજનોને આગની ભઠ્ઠીની જેમ શેકાવાનો વારો આવ્યો છે.  જેના કારણે મંગળવારથી ગરમીમાં વધારો થયો છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!