30 C
Ahmedabad
Monday, May 13, 2024

તત્વ એન્જિનિયરિંગ કોલેજ ખાતે જિલ્લા રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે જોબ પ્લેસમેન્ટ કાર્યક્રમ યોજાયો


તત્વ ઈજનેરી કોલેજ મોડાસા તથા જિલ્લા રોજગાર કચેરી ના સૌજન્ય થી તત્વ કોલેજ,મોડાસા ખાતે યોકોહામા ટાયર ઈન્ડીયા પ્રા.લી.,દહેજ,ભરુચ ની કંપની દ્વારા વિવિધ ઈજનેરી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓનુ જોબ પ્લેસમેન્ટ માટે ઇન્ટરવ્યુ લેવામાં આવ્યુ. જેમાં યોકોહામા કંપનીના મેનેજર(HR) શ્રી જોગિન્દર દીક્ષિત તથા એક્ઝિક્યુટિવ(HR) શ્રુતિ પંડ્યા અને હિમાની ચૌહાણ હાજર રહ્યા હતા અને તેઓએ કંપની વિશેની માહિતી થી વિદ્યાર્થીઓને વાકેફ કર્યા હતા. અને ત્યારબાદ મેરીટ પ્રમાણે પર્સનલ ઇન્ટરવ્યૂ લીધા હતા.આ જોબ પ્લેસમેન્ટ માં વિવિધ વિદ્યાશાખાઓ ના કુલ ૪૪ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથી ૩૭ વિદ્યાર્થીઓ તત્વ ઈજનેરી કોલેજ,મોડાસાના હતા. આ ૩૭ વિદ્યાર્થીઓ ડિપ્લોમા સેમેસ્ટર-૬ ના હતા જેઓની પરીક્ષા હજુ થવાની બાકી છે ત્યારે પરીક્ષા પહેલાજ તેમને જોબની ઓફર કરવામાં આવેલ છે.ઉપરોક્ત જોબ પ્લેસમેન્ટ કાર્યક્રમનુ આયોજન અને સંચાલન તત્વ કોલેજ ના પ્લેસમેન્ટ ઓફિસરશ્રી પ્રો. જયદત્તસિંહ પુવાર અને પ્લેસમેન્ટ ઇન્ચાર્જ ઓફિસરશ્રી પ્રો. હરેન્દ્રસિંહ ચૌહાણે સફળતા પૂર્વક કર્યું હતું. ડિપ્લોમા સેમીસ્ટર 6 ની પરીક્ષા હજુ બાકીછે અને જ્યારે પરીક્ષા પૂરી થશે, રીઝલ્ટ આવશે તે પહેલા જ તત્વ કોલેજના ૩૭ વિદ્યાર્થીઓ પાસે યોકોહામા કંપનીમાં જોબ હશે તેવી આશા સાથે તત્વ ઈજનેરી કોલેજ,મોડાસા ના કેમ્પસ ડાયરેક્ટર શ્રી પ્રો. જયદત્તસિંહ પુવારે આશીર્વાદ પાઠવ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!