ભારત અને શ્રીલંકા વચ્ચે મોહાલી ખાતે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની પ્રથમ ટેસ્ટમાં ભારતે એક ઇનિંગ અને 222 રનથી વિજય મેેળવ્યો છે. આજે ત્રીજા દિવસની રમતમાં શ્રીલંકાની શરુતઆત ખૂબ જ ખરાબ રહી હતી. પ્રથમ ઈનિંગમાં શ્રીલંકા 174 રને ઓલ આઉટ થતા ભારતે ફોલોઓન કરતા બીજી ઈનિંગમાં પણ શ્રીલંકન ટીમ 178 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ આક્રામક બેંટીગ એટલી જ આક્રામક બોલિંગ પ્રદર્શન કરી જાડેજાએ વિરોધી ટીમની કમર તોડી હતી. મેચમાં રવિન્દ્ર જાડેજાએ વ્યકતિગત 175 રન કરી શ્રીલંકાની બન્ને ઈનિંગમાં 9 વિકેટ ઝડપી હતી. આ સાથે જ રવિન્દ્ર જાડેજાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના 5000 રન પૂરા કર્યા છે. ગઇકાલે શ્રીલંકાની બે વિકેટ ઝડપીને આર.અશ્વીને કુલ 432 વિકેટ લીધી છે. જેમા તેણે હેડલીની 431 વિકેટનો વિક્રમ તોડ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતે 574 રન કરીને આઠ વિકેટે દાવ ડિકલેર કર્યો હતો. પહેલી ઈનિંગમાં પથુમ નિસાંકા 61 રન કરીને અણનમ રહ્યો હતો.
મોહાલી ટેસ્ટમાં ભારતે શ્રીલંકાને 1 ઈનિંગ 222 રનથી હરાવ્યું; જાડેજા બન્યા મેન ઓફ ધ મેચ
Advertisement
Advertisement
વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -
- Advertisement -