36.6 C
Ahmedabad
Friday, May 3, 2024

બનાસકાંઠા : ઉનાળા ની શરૂઆત થી જ હારિજના ચાબખા ગામમાં પાણીની પારાયણ


બનાસકાંઠા જિલ્લાના હારિજ તાલુકાના ચાબખા ગામે છેલ્લા એક માસથી જૂથ યોજનાનું પૂરતું પાણી મળતું નથી જેના કારણે ઘેર ઘેર નળમા આવતું બંધ થઈ જતા ગામની મહિલાઓએ સંપ પર ચડીને મહામુશ્કેલી સાથે પાણીના બેડા ઉપાડવાનો વારો આવ્યો છે. ચાબખા ગામમાં ૫૦૦ પરિવાર ઉપરાંત બક્ષીપંચની વસ્તી છે, જ્યાં આજ સુધી સરકારી ટ્યુબવેલનો લાભ મળ્યો નથી. નેધરલેન્ડ પાણી પુરવઠા યોજના ઉપર નિર્ભર રહેવું પડે છે. ઉનાળાની શરૂઆતથી પાણીના ધાંધીયા શરૂ થયા છે. એક માસથી મહિલાઓને વહેલી સવારે સંપ પર ચડી પાણી ભરવું પડે છે.સંપ પર પાણી ભરવા આવેલા નીતાબેન વસંતભાઈ ભરવાડે જણાવ્યુ કે શિયાળામાં અનિયમિત પાણી ઘરે ઘરે નળમાં આવતું પણ ઉનાળો શરૂ થતાની સાથે પાણી ગામ ગાંદરે આવેલા સંપમાં પૂરતું આવતું નથી. કૂવામાં હોય તો હવાડામાં આવે તેવી સ્થિતિ થઈ છે.રોજબરોજ પહેલા પાણી ઉપાડી પછી ખેતીકામે જવું પડે છે. ગામના સરપંચ પરાગજી સોમાજી ઠાકોરના જણાવ્યા મુજબ અમારા ગામને હજુ સુધી કોઈ સરકારી ટ્યુબવેલનો લાભ મળ્યો નથી. કાયમી પાણી પુરવઠા જૂથ યોજના ના આધારિત રહેવું પડે છે. હાલમાં પ્રેસર પૂરતું નહીં આવતા પાણી આવતું નથી.ત્યારે ટ્યુબવેલ બનાવવામાં આવે તેવી જરૂર છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!