33 C
Ahmedabad
Sunday, May 5, 2024

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સેમિકોન ઈન્ડિયા કોન્ફરન્સ-2022નું ઉદ્ઘાટન કર્યું


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સેમિકોન ઈન્ડિયા કોન્ફરન્સ-2022નું ઉદ્ઘાટન કર્યું. ત્રણ દિવસીય આ કાર્યક્રમ બેંગલુરુમાં યોજાઈ રહ્યો છે. આ પ્રસંગે બોલતાં પ્રધાનમંત્રીએ વિશ્વમાં સેમિકન્ડક્ટર્સની મહત્વપૂર્ણ ભૂમિકાને રેખાંકિત કરી અને કહ્યું કે અમારો સામૂહિક હેતુ ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર સપ્લાય ચેઈન્સમાં મુખ્ય ગીદારોમાંના એક તરીકે સ્થાપિત કરવાનો છે. તેમણે કહ્યું કે, ભારત ઉચ્ચ ટેકનોલોજી, ઉચ્ચ ગુણવત્તા અને ઉચ્ચ વિશ્વસનીયતાના સિદ્ધાંતના આધારે આ દિશામાં કામ કરવા માંગે છે. કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ સેમિકન્ડક્ટર ટેક્નોલોજી માટે ભારત આકર્ષક રોકાણ સ્થળ હોવાના છ કારણો દર્શાવ્યાં હતાં. 130 કરોડથી વધુ ભારતીયોને જોડવા માટે ડિજિટલ ન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરી રહ્યું છે. નાણાકીય સમાવેશીતા, બેંકિંગ અને ડિજિટલ પેમેન્ટ ક્રાંતિના ક્ષેત્રમાં ભારતે તાજેતરમાં જે પ્રગતિ કરી છે તેનું વર્ણન કરતાં, પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત આરોગ્ય અને કલ્યાણથી લઈને સશક્તિકરણ સુધી શાસનના તમામ ક્ષેત્રોમાં જીવનમાં પરિવર્તન લાવવા ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે.

Advertisement

પીએમ મોદીએ જણાવ્યું કે, 5G, અને સ્વચ્છ ઉર્જા તકનીકોમાં ક્ષમતાઓ વિકસાવવા માટે બ્રોડબેન્ડ રોકાણ સાથે છ લાખ ગામડાંઓને જોડવા જેવા પગલાં સાથે, ભારત ટેક્નોલોજી ક્રાંતિ તરફ દોરી જવાનો માર્ગ મોકળો કરી રહ્યું છે.

Advertisement

ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ સાથે મજબૂત આર્થિક વૃદ્ધિ તરફ આગળ વધી રહ્યું છે. ભારતનો પોતાનો સેમિકન્ડક્ટરનો વપરાશ 2026 સુધીમાં 80 અબજ ડૉલર અને 2030 સુધીમાં 110 અબજ ડૉલરને પાર થવાની ધારણા છે.

Advertisement

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, ભારતમાં વેપાર કરવાની સરળતામાં સુધારો કરવા માટે વ્યાપક સ્તરે સુધારા હાથ ધર્યા છે. પીએમ મોદીએ કહ્યું કે 21મી સદીની જરૂરિયાતો માટે યુવા ભારતીયોને કૌશલ્ય અને તાલીમ આપવા માટે ભારે રોકાણ થયું છે. તેમણે કહ્યું કે દેશમાં અસાધારણ સેમિકન્ડક્ટર ડિઝાઇન ટેલેન્ટ છે, જે વિશ્વના સેમિકન્ડક્ટર ડિઝાઇન એન્જિનિયરોના 20 ટકા જેટલા છે.

Advertisement

ભારતીય ઉત્પાદન ક્ષેત્રને બદલવા માટે ઘણા પગલાં લીધાં છે. આ ઉપરાંત ભારત માત્ર આપણા લોકોનું સ્વાસ્થ્ય જ નહીં, પણ આપણા અર્થતંત્રનું સ્વાસ્થ્ય પણ સુધારી રહ્યું છે. પીએમ મોદીએ સરકારી સમર્થનની જરૂરિયાતને સ્વીકારી અને પ્રેક્ષકોને વ્યવસાય માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા સરકારના શ્રેષ્ઠ પ્રયાસોની ખાતરી આપી. ભારતને ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ, સેમિકન્ડક્ટર ડિઝાઈન, મેન્યુફેક્ચરિંગ અને ઈનોવેશનમાં અગ્રેસર બનાવવાના પ્રધાનમંત્રીના દ્રષ્ટિકોણને આગળ લઈ જવા માટે ત્રણ દિવસીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!