32 C
Ahmedabad
Sunday, April 28, 2024

અરવલ્લી : સાયરા ગામની સીમમાં ખાતરના ઉકરડા ફૂંકી માર્યાનો ગ્રામજનોનો આક્ષેપ, પોલિસ તપાસની માંગ, સાંભળો શું કહ્યું..


અરવલ્લી જિલ્લામાં ઉનાળામાં આગની ઘટનાઓ સતત ઘટી રહી છે, કેટલીક આગ કુદરતી રીતે લાગેલી જોવા મળતી હોય છે તો કેટલીક જગ્યાએ કૃત્રિ આગની ઘટનાઓ ઘટે છે. આવી જ એક આગ કૃત્રિમ આગ લાગી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. જેને લઇને ગામના પ્રવેશ દ્વારા નજીક ગ્રામજનો એકઠા થયા હતા અને વિરોધ દર્શાવ્યો હતો.

Advertisement

Advertisement

ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે, રોડની બજુમાં હજારો રૂપિયાનું પશુઓ માટેનું ખાણ હતું જે પુનમભાઈ રાવળનું હતું તે પણ કેટલાક લોકોએ સળગાવી દીધું હતું. આ સમગ્ર મામલે ગ્રામજનોએ પંચાયતને જાણ કરી હોવા છતાં કોઇપણ ફરક્યું ન હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. પશુપાલકોનું કિંમતી અને પશુઓ માટેનું ખાણ આગમાં હોમાતું અટકાવવા માટે તાત્કાલિક પ્રયાસો હાથ ધરવા માટે લાગતા-વળગતાઓને ફોન કરીને જાણ કરવા છતાં કોઇ જ ન આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો.

Advertisement

ગ્રામજનોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, તલાટીને ગામના વિકાસ અથવા તો ગ્રામજનોની સમસ્યાઓનું નિરાકરણ લાવવા કોઇ જ રસ નથી માત્ર તેમને મોડાસાની ઓફિસમાં રસ હોવાનું જણાવ્યું હતું. પશુપાલકો અને પીડિત લોકોએ પોતાની વ્યથા રજૂ કરતા વિરોધ દર્શાવ્યો હતો. પશુપાલકોએ જિલ્લા વહીવટી તંત્ર પાસે વળતરની માંગ કરી છે. આ સાથે જ પોલિસ દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવે તેવી પણ ઉગ્ર માંગ કરી છે.

Advertisement

સાંભળો ગ્રામજનોએ શું કહ્યું અને કેવા આક્ષેપો કર્યા

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!