34 C
Ahmedabad
Tuesday, May 14, 2024

82000 હેકટર જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણીઓ માટે ઉનાળુ જળ વ્યવસ્થા કરાઈ


ગ્રીષ્મ ની શરૂઆત સાથે જંગલના એક એક વૃક્ષ સુકાઈ રહયા છે.ચારે બાજુ સૂકા ઝાડ અને આકરો તાપ થી વન્ય જીવો પરેશાન થઈ રહ્યા છે.જંગલમાં  પાણીના નાનાં  ઝરણા પણ સુકાઈ ગયા છે જેના કારણે વન્યજીવ સુષ્ટ્રી પાણી માટે જંગલની બહાર ન આવી જાય અને આસ પાસ ના વિસ્તારોના લોકો ડરના કારણે વન્ય જીવો ને હેરાન ન કરે એ માટે જંગલ માં જ  દર અંતરે પીવાનું પાણી મળી રહે તેવી વ્યવસ્થા વન વિભાગ દ્વારા કરવામાં આવી છે

Advertisement

દેવગઢબારીયામાં 82000 હેકટર જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણીઓ માટે ઉનાળુ જળ વ્યવસ્થા કરવામાં આવી છે જેની જાણકારી આપતાં નાયબ વન સંરક્ષક  આર.એમ પરમાર એ જણાવ્યું કે, આ આખા વિસ્તારમાં પહાડી  જ્યાં ખૂબ અંતરિયાળ  જગ્યાઓ છે ત્યાં આ દુર્ગમ વિસ્તાર હોવાથી પાણી પહોંચાડવું અઘરું છે. એટલે આ વ્યવસ્થા  ટેન્કરો આશીર્વાદ બની છે. દાહોદ  ના જંગલોમાં  ઉનાળામાં મુખ્યત્વે જંગલની અંદરના વિસ્તારોમાં પાણીના સ્ત્રોત સુકાઈ જાય છે.  85  તળાવો હાલ ભરાયેલા છે નાના હવાડા 25 ,નાનાં ચેકવોલ  ૩૫ માં મધ્યાંતરે  ટેન્કર 10 જેટલા  દ્વારા  પાણી પૂરું પડાય છે

Advertisement

બારીયા વિભાગ માં વન્ય જીવો ને પાણી પીવા માટે    ભરવા માટે   જેટલી કુંડીઓ, હવાડા અને ચેકડેમની કુંડીઓ બનાવવામાં આવી છે. ટ્રેકટર જોડેલા ટેન્કર વડે વારાફરતી જરૂરીયાત મુજબ  હોજ અને કુંડીઓ ભરવામાં આવે છે. બારીયા વિભાગ પાસે આશરે 10 જેટલા  ટ્રેક્ટર સાથે ટેન્કર જોડેલા  છે. આ વિસ્તારમાં પક્ષી વિવિધતા છે અને પશુ પંખીઓ ને પણ આ વ્યવસ્થા થી પાણી મળી રહે છે.

Advertisement

બારીયા વિભાગમાં મુખ્યત્વે  શિયાળ ,સસલા ,દીપડો 143, હરણ, રીંછ 97, ઝરખ 112, નીલગાય 3000 થી 4000  સહિતના વન્યજીવો છે. રતન મહાલમાં રીંછ અને દીપડા સહિત વન્ય પ્રાણીઓ છે. વન્ય જીવ વિભાગ આ જીવો પર આત્મીયતા રાખીને ઉનાળાની શરૂઆત થી જંગલમાં પીવાના પાણીની વ્યવસ્થા કરે છે જે લગભગ કુદરતના ચક્ર પ્રમાણે નદી નાળાઓમાં નવા પાણીની આવક સુધી ચાલુ રહે છે. નાયબ વન સંરક્ષક  આર એમ પરમાર નાં માર્ગદર્શન હેઠળ  વન્ય પશુઓને પીવાનું પાણી મળી રહે તે સુનિશ્ચિત કરી રહ્યાં છે.

Advertisement

દાહોદ પંથક માં જંગલ ની ભાગોળે આવેલ આવનાર દિવસો માં વરસાદી પાણીના સ્ત્રોત ખૂટી જતા વન્યજીવ સૃષ્ટિ માટે ખૂબ મોટી સમસ્યા ઉભી થતા ત્યારે વન વિભાગ દ્વારા વન્ય જીવો માટે ખાસ પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ દાહોદ ના જંગલ વિસ્તારમાં દીપડો 143 , રીંછ 97, ઝરખ 112 ,નીલગાય 3000 થી 4000 થી વધુ ઉપરાંત હિંસક પ્રાણીઓ ઉપરાંત તૃણભક્ષી પ્રાણીઓ મોટી સંખ્યામાં વસવાટ કરે છે જેને ઉનાળાના દિવસોમાં પીવાના પાણી માટે જંગલની બહાર ન આવવું પડે એ માટે જંગલમાં નાના મોટા સ્થળે પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરાઈ છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!