30 C
Ahmedabad
Monday, April 29, 2024

અચાનક જ ગુજરાતમાં ડ્રગ્સ ક્યાંથી આવી રહ્યું છે, જાણો શું છે મુખ્ય કારણ


ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવા મામલે ફરી એકવાર ડ્રગ્સનો પર્દાફશ કરવામાં આવ્યો છે. આ વખતે અમરેલીના પીપાવાવ પોર્ટ પરથી 80 કિલો જેટલું ડ્રગ્સ ઝપપાયું છે. આ પહેલા કંડલા વિસ્તારમાંથી પણ ડ્રગ્સનો કેસ ખુલ્લો પાડવામાં આવ્યો છે. કરોડોની કિંમતના ડ્રગ્સને ઘુસતા પહેલા જ ગૃહ વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરી તેનો પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે ત્યાે સવાલ એ થાય છે કે આ ડ્રગ્સ ગુજરાત બોર્ડર પર જ કેમ આવી રહ્યું છે.

Advertisement

ખાસ કરીને મળતી માહિતી મુજબ 2019થી ભારત પાકિસ્તાન ટ્રેડ બંધ થયું છે, ટ્રેડની આડમાં આ બધું પાકિસ્તાનથી ડ્રગ્સ દેશમાં આવતું થયું હતું. હવે પંજાબમાં પોલીસ એલર્ટ છે. એક સમયે ડ્રગ્સના દૂષણમાં સૌથી વધુ ઘેરાયેલા પંજાબમાં સખ્ત નિયમો કરી દેવામાં આવ્યા છે. એટલે પંજબમાં ત્યાંની બોર્ડર પર રસ્તાઓ બંધ છે, રાજસ્થાનમાં ફેન્સીંગ કરી દેવામાં આવી છે, ગુજરાત બોર્ડરમાં પણ ફેન્સીગ છે, અને ત્યાં BSF પોસ્ટિંગ છે. બીજી બાજુ ગુજરાત કોસ્ટલ છે ત્યાંથી બધું ગુજરાતના રસ્તે પ્રવેશી રહ્યું છે. પરંતુ ત્યાં ડીઆરઆઈ અને કોસ્ટલ ગાર્ડની ચાંપની નજર છે તેમાં પણ એક પછી એક આ ડ્રગ્સ પકડવામાં આવી રહ્યું છે કેમ કે, અગાઉ ડ્રગ્સ પકડતા કેટલાક કન્ટનરોની અંદર આ ડ્રગ્સ અગાઉ સામે આવ્યું હતું જે ઘણા સમયથી બહાર નિકળવાની ફિરાકમાં છે પરંતુ એમનેમજ પડી રહેલા શંકાશીલ કન્ટેનરો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Advertisement

પરંતુ આજે ભેજાબાજ ડ્રગ્સના ડિલરોએ આ વખતે ડ્રગ્સ ઘુસાડવાનો અલગ કિમીયો અજમાવ્યો હતો. 395 કિલોગ્રામ સુતળી પર ડ્રગ્સનો ઢોળ ચડાવી ડ્રગ્સને ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ એ પણ ના કામયાબ રહ્યો હતો. એક અઠવાડીયામાં પકડાયેલા 2,180 કરોડની કિંમત 480 કિલોગ્રામ ડ્રગ્સની આંકવામાં આવી રહી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!