33 C
Ahmedabad
Saturday, May 18, 2024

TCI EXPRESS ડાક પાર્સલ લખેલી ટ્રકમાંથી 15 લાખનો દારૂ મળતા પોલીસ ચોંકી ઉઠી : બુટલેગરોના કીમિયો નિષ્ફ્ળ ગયો


ગાંધીના ગુજરાતમાં વિદેશી દારૂની ખપતને પહોંચી વળવા બુટલેગરો અવનવા કીમિયા અપનાવી રહ્યા છે વિધાનસભાની ચૂંટણીના ભણકારા વચ્ચે બુટલેગરો વિદેશી દારૂ ઘુસાડવા મરણીયા બન્યા છે બુટલેગરો નિતનવા કીમિયા અપનાવી રહ્યા છે શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક ડાક પાર્સલ લખેલી ટ્રકમાંથી 15 લાખથી વધુ રૂપિયાની 5748 બોટલ વિદેશી દારૂ જપ્ત કરી ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા શામળાજી પોલીસ ટ્રક ચાલકને ઝડપી પાડવા ડુંગરોમાં પીછો કરતા વેત જેટલો છેટો રહી ગયો હતો.

Advertisement

શામળાજી ઇન્ચાર્જ પીઆઈ મનીષ વસાવા અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરાતા રાજસ્થાન તરફથી શંકાસ્પદ ઝડપ સાથે TCI EXPRESS કુરિયર અને ડાક પાર્સલ લખેલ ટ્રક (ગાડી.નં- MH11AL4724) ને અટકાવતા ટ્રક ચાલક ટ્રક રોડ સાઈડ ઉભો રાખી ખુલ્લી જગ્યામાંથી ડુંગર ની જાળીમાં દોટ લગાવી ફરાર થઇ જતા પોલીસે ટ્રકમાં તલાસી લેતા અંદરથી વિદેશી દારુની બોટલ અને ક્વાંટરીયાની 260 પેટીમાંથી 5748 બોટલ કીં.રૂ.1501200/-નો જથ્થો તેમજ ટ્રક મળી 22 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!