31 C
Ahmedabad
Monday, May 20, 2024

સાંભળો સરપંચ : મેઘરજ ગ્રામ પંચાયતમાં મહિલાઓએ કેમ ફોડવા પડ્યા માટલાં…!!! મહિલાઓની વેદન


અરવલ્લી જિલ્લામાં ઉનાળો ચરમસીમાએ છે ત્યારે પાણીની ઠેર-ઠેર સમસ્યાઓ જોવા મળી રહી છે અને તેમાંય અંતરિયાળ વિસ્તારોમાં પાણીની સમસ્યા ખૂબ જ છે, પણ સ્થાનિક તંત્ર આ બાબતે જાણે અજાણ હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. મેઘરજ નગરમાં પાણીની સમસ્યાનું નિરાકરણ ન આવતાં આખરે મહિલાઓએ માટલા ફોડ કાર્યક્રમ યોજી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.

Advertisement

જુઓ Video મહિલાઓનો પંચાયતમાં માટલા ફોડ વિરોધ

Advertisement

Advertisement

મેઘરજન નગરના પોળ વિસ્તારમાં છેલ્લા ઘણાં સમયથી પાણીની સમસ્યઓ વર્તાઈ રહી છે, સમગ્ર મેઘરજ નગરમાં ત્રણ દિવસે પાણી મળતું હોવાથી સ્થાનિક લોકોને હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. નગરમાં વાસ્મોનો સંપ હોવા છતાં પાણીની સમસ્યાઓ વર્તાઈ રહી છે અને પંચાયત નગરજનોની વાત સાંભળતું જ હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો. ઉગ્ર બનેલી મહિલાઓએ ગ્રામ પંચાયતના દરવાજાઓમાં જ માટલા ફોડી વિરોધ દર્શાવ્યો હતો, જેના ઠીકરા કર્મચારીઓ સુધી પહોંચતા તેમની ઊંઘ કદાચ ઊડી હોય. આ સાથે જ મહિલાઓએ પંચાયત કચેરીમાં પાણીના નામે છાજીય લઇને ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો અને તાત્કાલિક ધોરણે પાણી મળે તેવી માંગ કરી હતી.મહિલાઓનો વિરોધ અને સત્તાધિશો અને તલાટી મીટિંગમાં વ્યસ્ત !!!
મહિલાઓ પંચાયતને જગાડવા માટે પહોંચી હતી, પણ સત્તાધિશોને એવી તે કેવી મીટિંગ હતી કે સ્થાનિક લોકોના વાત સાંભળવાનો પણ સમય ન મળ્યો..! આખરે લોકોની સેવા માટે ચૂંટાઈ આવેલા સત્તાધિશો ભૂલી જાય છે કે પાંચ વર્ષ પછી ફરીથી ચૂંટણી થવાની છે, પણ આ સત્તાધિશો સ્થાનિક લોકોની સમસ્યાઓ છોડીને બેઠકોનો દોર ચાલુ રાખવા મજબૂર બન્યા હોય તેમ કોઇ જ ફરક્યું નહીં. સ્થાનિક લોકોએ ચૂંટણી આવે ત્યારે આ બાબત ખાસ ધ્યાન રાખવી જોઇએ તે જરૂરી છે.

Advertisement

કેટલાય વર્ષોથી પાણીની સમસ્યા, અરજી આપવા છતાં કોઇ જ નિરાકરણ નહીં : સ્થાનિક મહિલાઓ
મેઘરજ ગ્રામ પંચાયત ખાતે પહોંચેલી સ્થાનિક મહિલાઓએ જણાવ્યું કે, કેટલાય સમયથી મેઘરજના સરદારનગર વિસ્તારમાં પાણીની સમસ્યાઓ છે પણ પંચાયત દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં નથી આવતી. સ્થાનિક લોકોએ ગંભીર આક્ષેપો કર્યા કે, સરપંચ તો સાંભળતા જ નથી.

Advertisement

સાંભળો સરપંચ, મહિલાઓનો આક્રોશ

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!