31 C
Ahmedabad
Wednesday, May 15, 2024

સાબરકાંઠા : ભિલોડા હાઇવે પર ગોડાઉનમાંથી ડ્રિપ ઇરીગેશન પાઇપ ચોરી ગેંગને LCB એ દબોચી


સાબરકાંઠાના ઇડર-ભિલોડા હાઇવે પર આવેલા સાબર કોમ્પ્લેક્ષના ગોડાઉનમાંથી દોઢ મહિના અગાઉ ડ્રિપ ઇરીગેશનની પાઇપની ચોરી થઇ હતી ડ્રિપ ઇરીગેશન પાઇપના રોલની ચોરી કરનાર ૪ શખ્સો છોટા હાથીમાં ચોરી કરેલ માલસામાન વેચવા હિંમતનગર વીરપુર નજીકથી પસાર થતા સાબરકાંઠા એલસીબી પોલીસે દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા ડ્રિપ ઇરીગેશન રોલની ચોરીના ગુન્હાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી નાખી વિજાપુર કેલીસણાના પિતા અને તેના બે પુત્રો તેમજ વિસનગર ગોઠવાના એક આરોપીને ઝડપી લીધા હતા.સાબરકાંઠા એલસીબી પીઆઈ એમ.ડી.ચંપાવત અને તેમની ટીમ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ઇડર- ભિલોડા હાઇવે પર આવેલા સાબર કોમ્પ્લેક્ષના ગોડાઉનમાંથી ડ્રિપ ઇરીગેશનની ચોરી કરનાર ૪ તસ્કરો છોટાહાથીમાં ડ્રિપ ઇરીગેશનની પાઈપના રોલ વેચવા હિંમતનગર તરફ આવી રહ્યા હોવાની બાતમી મળતા વીરપુર નજીક વોચ ગોઠવી બાતમી આધારિત છોટા હાથી આવતા અટકાવી 4 શખ્સોને ઝડપી પાડી 84 હજારની પાઇપ સાથે 1.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement

ડ્રિપ ઇરીગેશન પાઇપ રોલની ચોરી કરનાર આરોપી

Advertisement
  1. આકાશ નવાજી રાઠોડ (રહે,કેલીસણા-વિજાપુર,મહેસાણા, હાલ રહે,વાસણ ગામની સીમમાં માથોડી ખેતર, વડાલી)
  2. મનહર ઉર્ફે નવાજી રાઠોડ (રહે,કેલીસણા-વિજાપુર,મહેસાણા, હાલ રહે,બડોલ-વડાલી)
  3. નવાજી ગંભીરજી રાઠોડ (રહે, કેલીસણા-વિજાપુર,મહેસાણા)
  4. રણજીત મંગાજી ઠાકોર (રહે,ગોઠવા,વિસનગર-મહેસાણા)

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!