31 C
Ahmedabad
Wednesday, May 15, 2024

IPLની મેચ પર સટ્ટો રમવાનું દુષણનું ગ્રામ્ય વિસ્તારમાં પગપેસારો : સાબરકાંઠા LCBએ રસુલપુર નજીકથી ત્રણ સટ્ટોડીયાને ઝડપ્યા


હાલ આઇપીએલ ક્રિકેટ લીગ ચાલી રહી છે આઈપીએલની દરેક ક્રિકેટમાં મેચમાં લાખ્ખો-કરોડો રૂપિયાનો સટ્ટો રમાઈ રહ્યો છે ઓનલાઈન સટ્ટામાં અનેક યુવાનો વ્યાજે રૂપિયા લઈ દાવ પર લગાવી વ્યાજના વિષચક્રમાં બરદાદ થઇ રહ્યા છે ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડતા અનેક બુકીઓ વિવિધ સોશ્યલ મીડિયા એપ્લિકેશન મારફતે સટ્ટો રમાડી રહ્યા છે સાબરકાંઠા એલસીબી પોલીસે વડાલી નજીકથી હિંમતનગરના એક સટ્ટોડિયાને સટ્ટો લેતા અને રમાડતો દબોચી લીધાની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યારે એલસીબી પોલીસે પ્રાંતિજના રસુલપુર ગામ નજીક હાઇવે રોડ સાઈડ ઉભા રહી મોબાઈલ પર સટ્ટો રમાડતા ત્રણ સટ્ટોડિયાને દબોચી લઇ 22 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.સાબરકાંઠા એલસીબી પી.આઈ. એમ.ડી.ચંપાવતને પ્રાંતિજનો લક્ષ્મણ ઉર્ફે કાળુ સિંધી તેના બે સાગરીતો સાથે રસુલપુર નજીક રોડ બાજુમાં ગુજરાત ટાઇટન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબની મેચ પર સટ્ટો રમાડતો હોવાની બાતમી મળતા એલસીબી પોલીસે બાતમી આધારિત સ્થળે ત્રાટકી રોડ સાઈડ મોબાઈલ પર સટ્ટો રમતા અને રમાડતા ઝડપી લીધા હતા એલસીબી પોલીસે ત્રણે શખ્સો પાસેથી રોકડ રકમ રૂ.6970 /- અને મોબાઈલ-4 મળી કુલ રૂપિયા 22470/- નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણે સટ્ટોડીયાને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!