30 C
Ahmedabad
Monday, May 13, 2024

Exclusive : બાયડના ઝાંઝરી ધોધમાં ન્હાવા પડેલા 10 માંથી 3 યુવકો ડૂબી જતાં મોત, આંબલીયારા પોલીસ ઘટનાસ્થળે


ઝાંઝરી ધરામાં અમદાવાદ રખિયાલ વિસ્તારમાં રહેતા ઈરફાન મન્સૂરી, ઇસ્તિયાક મન્સૂરી અને હસન મન્સૂરી ડૂબી જતાં મોત નિપજતા માતમ છવાયો

Advertisement

અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના ડાભા ગામ નજીક આવેલ ઝાંઝરીનો ધોધ ગુજરાતના સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે ઝાંઝરી ધરાને ભોગિયો ધરો પણ ઓળખાવામાં આવે છે. ધોધના નજીક આવેલા ધરામાં પાણીમાં નાહવા પડતા અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. અમદાવાદ રખિયાલ વિસ્તારમાં રહેતા લઘુમતી સમાજના 10 જેટલા યુવકો રમજાન ઈદની રજા માણવા આવ્યા હતા. ઝાંઝરીના ધરામાં ન્હાવા પડતા એક યુવક પાણીમાં ગરકાવ થતાં તેને બચાવવા જતા બીજા બે યુવકો પણ ધોધમાં ગરકાવ થઇ જતા ભારે ચકચાર મચી હતી. ઝાંઝરી ધોધમાં ત્રણ યુવકો ડૂબતા આંબલીયારા ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવકોની શોધખોળ હાથ ધરી હતી. રાત્રીના અંધારામા પોલીસે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ રખિયાલ વિસ્તારના 10 જેટલા યુવકો બાઈક લઇ ઝાંઝરી ધોધના કુદરતી સાનિધ્યનો નજારો માણવા આવ્યા હતા. ધોધથી આકર્ષાઈ ન્હાવા પડતા એક યુવક ધરામાં ગરકાવ થતા અન્ય યુવકો બચાવવા જતા ત્રણ યુવકો ડૂબી જતાં અન્ય યુવકો હેબતાઈ ગયા હતા. યુવકી ડૂબી ગયાની બુમાબુમ કરતા સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને આંબલીયારા પોલીસને જાણ કરતા ઘટનાસ્થળે પહોંચી હતી. ધોધમાં ગરકાવ થઇ ગયેલા મૃતક યુવકોના મૃતદેહને શોધવા ભારે જહેમત હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તંત્ર અને પોલીસ દ્વારા ઝાંઝરી ભોગિયા ધરામાં નાહવા ન પડવા સૂચન બોર્ડ લગાવ્યા હોવા છતાં આ સૂચનાનો ભંગ કરી યુવકો નાહવા પડતા હોવાથી છેવટે જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે.

Advertisement

આંબલીયારા PSI રૂપલ ડામોરના જણાવ્યા અનુસાર
આંબલીયારા પીએસઆઈ રૂપલ ડામોરના જણાવ્યા અનુસાર અમદાવાદના ત્રણ યુવકો ઝાંઝરીના ધોધમાં ડૂબી જતા માંડી સાંજે જાણ થતા પોલીસ કાફલા સાથે પહોંચી સ્થાનિક તરવૈયાની મદદથી રાત્રીના અંધારામાં પણ રેસ્ક્યુ ઓપરેશન હાથધર્યું છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!