39 C
Ahmedabad
Sunday, April 28, 2024

અરવલ્લી : મોડાસાના જીનિયસ ગ્રાઉન્ડ ખાતે આરોગ્ય વિભાગની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ, સાંભળો શું કહ્યું


અરવલ્લી જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી, જેનો શુભારંભ જિલ્લા અધિક આરોગ્ય અધિકારી ડોક્ટર કૌશલ પટેલે શુભારંભ કરાવ્યો હતો. મોડાસાના જીનિયસ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ આરોગ્ય કર્મચારીઓ કામના સ્ટ્રેસમાંથી બહાર આવી શકે, આ સાથે જ બિનચેરી રોગોના વધતા પ્રમાણ રમત-ગમતના માધ્યમથી કર્મચારીઓ તંદૂરસ્ત રહી શકે તે હેતુથી ક્રેકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જિલ્લાના વિવિધ તાલુકાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ જોડાયા હતા.

Advertisement

છેલ્લા 2 વર્ષથી કોરોના વાઈરસની મહામારી પછી આરોગ્ય વિભાગ દ્વારા આ પ્રકારની રમત પ્રથમવાર આયોજિત કરવામાં આવી હતી, જેમાં જિલ્લાની 8 ટીમ જોડાઈ હતી, અને સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તે માટે આ ક્રિકેટ મેચ યોજવામાં આવી હતી. જિલ્લા અધિક આરોગ્ય અધિકારી ડોક્ટર કૌશલ પટેલ દ્વારા ટોસ કરીને ક્રિકેટ મેચની શરૂઆત કરાવી હતી, આ સાથે જ તેમણે બેટિંગ પર હાથ અજમાવતા કર્મચારીઓનો જોશ અને જુસ્સો વધાર્યો હતો.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!