33 C
Ahmedabad
Sunday, May 19, 2024

રાજ્યના 8 હજાર સમગ્ર શિક્ષા અભિયાનના કર્મચારીઓની સાંભળો, કાળી પટ્ટી ધારણ કરી વિરોધ


સમગ્ર રાજ્યમાં સમગ્ર શિક્ષા અભિયાનના કર્મચારીઓએ પગાર સહિતના મુદ્દાને લઇને એક દિવસિય કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો. રાજ્યના 8 હજાર જેટલા સમગ્ર શિક્ષા અભિયાનના કર્મચારીઓ પોતાની વેદના ઠાલવી રોષ વ્યક્ત કર્યો. તેમની મુખ્ય માંગ સમાન કામ, સમાન વેતન છે.

Advertisement

ગુજરાતના પગાર વાંચ્છુક, ટૂંકા પગાર ધારકો, શિક્ષણની ત્રણ થી ચાર જેટલી સંસ્થાઓ નેતૃત્વ કરનારા ચાલક બળ- ગણાતા ગુજરાતના સાત થી આઠ હજાર જેટલા સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ફરજ બજાવનારા કરાર આધારિત કર્મચારીઓ એ આજે કાળી પટ્ટી ધારણ કરીને જિલ્લામાં,તાલુકામાં, રાજ્યકક્ષા સુધી પોતાના ફરજ ઉપર નોકરીના સમયકાળ દરમિયાન કાળી પટ્ટી ધારણ કરવાના કાર્યક્રમ દ્વારા એક અનોખુ પ્રદર્શન કર્યું .નામદાર સરકાર સમક્ષ સમાન કામ સમાન વેતનના સુપ્રીમ કોર્ટના ચુકાદાને અનુસરવા અને પગારની વિસંગતતા ની ફાઈલ સત્વરે મંજૂર કરવામાં આવે.7 ટકા જેટલા (એટલે 10000 પગાર વાળાને 700 જેટલો) નજીવા પગાર વધારો.આ તમામ બાબતોનો અમલ થાય ,સત્વરે કર્મચારીઓ ને ન્યાય મળે તેવી માગણી સાથે ગુજરાતના સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ફરજ બજાવનાર કરાર આધારિત કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરીને સકર્મ અનોખું વિરોધ પ્રદર્શન કર્યું. આ સાથે સમગ્ર ગુજરાતમાં 8000 જેટલા કર્મચારી વિરોધ પ્રદર્શન કર્યું.

Advertisement

શું કહેવું છે, સમગ્ર શિક્ષા અભિયાનના કર્મચારીઓનું, તે પણ સાંભળો

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!